રાજકોટના નિહિત બેબી કેર હોસ્પિટલને 6.54 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગાંધીનગર આરોગ્ય કમિશ્નરની કચેરી દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. હોસ્પિટલમાં આયુષ્માન યોજના અંતર્ગત નોંધાયેલા દાવાઓ માટે રીપોર્ટસમાં ખોટી રીતે મોડીફીકેશન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
હોસ્પિટલમાં 116 કેસ પ્રિ ઓથ માટે મૂકવામાં આવ્યા હતા,જેની કુલ રકમ 65 લાખ 47 હજાર 950 થાય છે તેની દસ ગણી રકમનો દંડ ફટકારવામાં આવ્યો.
નિહિત બેબી કેર હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરુએ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી સરકાર પાસેથી 2 કરોડથી વધુની રકમ અયોગ્ય રીતે મેળવી હતી. તબીબે રૂપિયાની લાલચમાં સ્વસ્થ બાળકોને બિમાર બતાવ્યા હતા. આ માટે તેણે લેબ સાથે પણ સાંઠગાંઠ કરી હતી. આરોગ્ય વિભાગદ્વારા હોસ્પિટલમાં તપાસ કરવામાં આવતા આ સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો