ઉત્તર કોરિયાના લોકોને કહેવામાં આવ્યું છે કે તે એક મોટા અભિયાનમાં સામેલ થાય અને પાકને ફળદ્રુપ બનાવવા માટે માનવ મળ એકત્ર કરો. તાનાશાહ કિમ જોંગ ઉને દરેક નાગરિકો પાસેથી 22 પાઉન્ડ (લગભગ 10 કિલો) મળ ઈચ્છે છે. આ આદેશ એવા સમયે આપવામાં આવ્યો છે, જ્યારે તાજેતરમાં સરહદ પાર દક્ષિણ કોરિયામાં મળથી ભરેલા ફૂગ્ગા ઉડાવ્યા હતા.
મીડિયા રિપોર્ટસ અનુસાર આવું પહેલીવાર નથી, જ્યાં કિમ જોંગ ઉને આ પ્રકારનો વિચિત્ર આદેશ આપ્યો હોય. જોકે, આ વખતે આદેશ શિયાળાના બદલે ગરમીની મોસમમાં આપવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયામાં આયાતી ખાતરોની તીવ્ર અછત ઉભી થઈ છે. કિમ જોંગ-ઉનની કૃષિ-પ્રથમ પહેલ હેઠળ સમર કલેક્શન શરૂ કરવામાં આવ્યું છે. લોકોની ફરિયાદ છે કે ઉનાળાની ઋતુમાં તેમને તેમના બગીચામાં છાણ સૂકવવા માટે કહેવામાં આવી રહ્યું છે. જો કે, ઉત્તર કોરિયાના લોકો થોડાક પૈસા ખર્ચીને ગંદગીથી બચી શકે છે.
રિપાંગગાંગ પ્રાંતના એક નાગરિકે જણાવ્યું છે કે આ કામથી બચવા માટે 5,000 વોન (લગભગ 4.50 પાઉન્ડ)નો ખર્ચ આવશે. આ કોઈ ગરીબ સ્થાનિક લોકો માટે મોટી રકમ છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, પડોશના મોનિટરિંગ યુનિટે માનવ મળમૂત્રને સૂકવવાનો આદેશ જારી કર્યો છે.