બ્યુટી વીથ બ્રેન આ સ્લેંગ તો તમે ઘણીવાર સાંભળ્યું જ હશે. પરંતુ આવી કેટલીક છોકરીઓ હોય છે કે જે આ સ્લેંગને સાચું સાબિત કરે છે. અમે તમને અમારા આ આર્ટીકલમાં આવી જ બહેનો વિશે જણાવીશું. બ્યુટી વીથ બ્રેન આ સ્લેંગને સાકર કરતી આ બહેનો એક વીડિયો તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. @framesbyankit નામક એક ફોટોગ્રાફર દ્વારા શેર કરેલા વીડિયોને જોતા તમે પણ આ બંને બહેનોની સુંદરતા અને નમ્રતા જોઈ વખાણ કર્યા વિના નહી રહી શકો.
વાત શરુ ત્યારે થઈ જ્યારે Instagram @framesbyankit પર એક ફોટોગ્રાફરે બંને બહેનોને જોયા અને તેમની ઓળખ જાણ્યા વિના તેમની સાથે વાતચીત કરે છે. વાતચીત દરમિયાન ફોટોગ્રાફરને ખ્યાલ આવે છે. આમાંથી એક બહેન IAS છે અને બીજી બહેન દિલ્હી હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં ફોજદારી વકીલ છે.
આ વાયરલ વીડિયોમાં IAS પરી બિશ્નોઈ અ તેની બહેન સાથે જોવા મળે છે. તેની બહેન પણ કંઈ કમ નથી. IAS પરી બિશ્નોઈની બહેન દિલ્હી હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં ફોજદારી વકીલ છે. બંને બહેનોએ જીવનમાં તેમની પ્રેરણાદાયી સિદ્ધિઓ સાથે ‘સાચા નારીવાદ’ના નારાને બુલંદ કર્યો છે.
ફોટોગ્રાફરને જાણીને આશ્ચર્ય થયું કે, તે એક IAS અધિકારી સાથે વાત કરી રહ્યો હતો, જેણે 2020માં AIR-30 હાંસલ કર્યું હતું. IAS પરી બિશ્નોઈએ ખૂબ જ નમ્રતાપૂર્વક વ્યક્તિ સાથે પોતાનો પરિચય કરાવ્યો અને કહ્યું કે, તે હાલમાં સિક્કિમમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી રહી છે. તે વ્યક્તિ IAS અધિકારી સાથે વાત કરી રહ્યો હતો. તે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. પરીએ UPSC પરીક્ષા પાસ કરનાર રાજસ્થાનમાં તેના સમુદાયની પ્રથમ મહિલા તરીકેની તેની અનન્ય સિદ્ધિ વિશે પણ જણાવ્યું હતું.
ત્યારબાદ તેની બહેન પાયલ બિશ્નોઈએ પણ તેના વિશે જણાવતા કહ્યું કે, તે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરનારી ફોજદારી વકીલ છે. પોતાની અનોખી મીટિંગ શેર કરતા, @framesbyankitએ લખ્યું, “હું અજાણ્યા લોકોને શોધતી વખતે IAS અધિકારીને મળ્યો. તેની અને તેની બહેન સાથે ખૂબ જ રસપ્રદ વાતચીત થઈ, જેઓ ફોજદારી વકીલ છે. UPSC તોડીને IAS ઓફિસર બનવા માટે તેને શાની પ્રેરણા મળી? જાણવા માટે રીલ જુઓ અને અંતે અમારી તસવીરો અને સેલ્ફી લેવાનું ભૂલશો નહીં.”