કરોડો ના ખર્ચે બનતા અમૃત રેલ્વે સ્ટેશન અંગે જરૂરી માર્ગદર્શન આપતા રાજકીય મહાનુભાવો
રેલ્વેનું ગરનાળું અને રેલવેનો ઓવર બ્રિજ બને તે અંગે સાંસદ અને ધારાસભ્ય પ્રયત્નશીલ
સાવરકુંડલા
સાવરકુંડલા માં નવનિર્મિત આકાર પામતું અમૃત રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ કામગીરીની સમીક્ષા કરવા પહોચ્યા હતા ને રેલ્વે વિભાગના અધિકારીઓને રેલવેનું ગરનાળું બે ફૂટ પહોળું કરવા અને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અને સાવરકુંડલા એપીએમસી નજીકનું રેલ્વે ફાટક પર ઓવર બ્રિજ આકાર પામે તે અંગે ખાસ સૂચનાઓ સાંસદ અને ધારાસભ્ય શ્રીએ રેલ્વે વિભાગના અધિકારીઓને આપેલ હતી ને અમૃત રેલ્વે સ્ટેશન ખાતે થતી હાલની કામગીરીઓ અંગે બારીકાઈથી નિરીક્ષણ સાથેની સમીક્ષા કરીને સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ અમરેલી જિલ્લામાં એકમાત્ર બનતા અમૃત રેલ્વે સ્ટેશન અંગે બહાર હોર્ડિંગ અને મુસાફરો માટેના મુસાફર કક્ષ સહિત આખા રેલ્વે સ્ટેશન પર થતી કામગીરીઓ અંગે જાણકારી મેળવી હતી ને જેસર રોડ જવા માટે રેલ્વે બ્રિજ નીચેના ગરનાળા બે ફૂટ પહોળા બને તે અંગેની ખાસ રજુઆત કરવામાં આવી હતી સાથે સાથે સાવરકુંડલા શહેર તાલુકાની જનતા માટે આશીર્વાદ રૂપ ગણાતી નિઃશુલ્ક શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અને ખેડૂતોની ખેત જણસો વેચાણ માટેના એપીએમસી જવાના એકમાત્ર માર્ગ પર રેલ્વે ફાટક પર રોજબરોજની પેસેન્જર ટ્રેઈન અને માલગાડી ટ્રેઈનથી ફાટક અવારનવાર બંધ કરવા પડતાં હોવાથી આરોગ્ય મંદિરમાં દર્દીઓને પહોચાડવા હાલાકી ના પડે તે માટે સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ રેલ્વે વિભાગના ડી.એન. જોષી અને રેલ્વે વિભાગ ભાવનગર ના અધિકારીઓને સ્પેશ્યલ રેલ્વે ફાટક ઉપર બ્રિજ બની શકે તેવી ખાસ વ્યવસ્થાઓ થાય તેવી હ્રદયસ્પર્શી માંગણી કરેલ હતી જ્યારે સાંસદ બન્યા બાદ પ્રથમવાર અમૃત રેલ્વે સ્ટેશનની સમીક્ષા કરવા પહોંચેલા ભરતભાઈ સુતરીયાએ એક એક કામગીરીઓ પર સમીક્ષા કરી ને જરૂરી સૂચના અને માર્ગદર્શન રેલ્વે બાબુઓને આપ્યું હતું આ અમૃત રેલ્વે સ્ટેશન સમીક્ષામાં રેલવેના અધિકારી ડી.એન.જોશી તથા રેલવેની ભાવનગરની ટીમ દ્વારા સાંસદ અને ધારાસભ્યને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સાવરકુંડલા યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, મહામંત્રી વિજયસિંહ વાઘેલા, રાજુભાઈ નાગ્રેચા, અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા, પાલિકાના પૂર્વ પ્રમુખ કેશુભાઈ વાઘેલા, નગરપાલિકાના ચેરમેનશ્રીઓ, સાવરકુંડલા યુવા પ્રમુખ હિતેશભાઈ, સાવરકુંડલા તાલુકા ભાજપ યુવા પ્રમુખ મહેશભાઈ ભાલાળા તથા અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહેલ હતા તેમ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.