વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા સામાન્ય લોકોને રાહત મળે તે હેતુથી રાજ્યમા ઝુંબેશ ચાલી રહી છે.. જેને લઇને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી… ગયા વર્ષે 841 કેસ કરાયા હતા જેના આરોપી પણ પકડાયા છે.. જ્યારે આ વર્ષે સરકારનું ફોકસ 1 થી 5 લાખ સુધીની ડાયરીથી વ્યાજે આપેલી રકમ પર છે.. જેના માટે 10 દિવસમાં 134 ફરીયાદ દાખલ થઈ ચૂકી છે.
વ્યોજખોરોથી ત્રાસ પામેલા પરિવારને સરકારની યોજના થકી લોન અપાશે… આ અભિયાન આગામી 2થી 3 માસ સુધી ચાલશે…. આ કામગીરી હેઠળ ખંભાતમાં 80 હજાર નાણાં સામે વ્યાજ સહિત 2.93 લાખ રૂપિયા વસુલ્યા હોય તે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઇ છે…
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું કોઇએ ભલમનસાઇથી રૂપિયા આપ્યા હોય અને વ્યાજ પણ ન લેતો હોય અને રૂપિયા પાછા માંગતો હોય તો તેની સામે કોઇ ફરીયાદ ન થાય તે પણ મહત્વનું છે.. કારણ કે કોઇ મદદ કરનાર વ્યક્તિ હેરાનન થાય તે પણ એટલું જ મહત્વનું છે.
મહત્વપૂર્ણ છે કે વ્યાજખોરો અને વ્યાજના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા ગુજરાત સરકાર એકશનમાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાલ ચાલી રહી છે.. સ્પેશિયલ ડ્રાઇવમાં ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ કરાઇ છે
અનધિકૃત એકપણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે.
તા.૨૧મી જુનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં યોજાયેલા ૫૬૮ લોકદરબારમાં ૩૨ હજારથી વધુ નાગરિકો જોડાયા છે. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી છે અને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.