ભલે લોકો PCS જ્યોતિ મૌર્યના બહુચર્ચિત કેસને સંપૂર્ણપણે ભૂલી શક્યા ન હોય, પરંતુ આવો જ એક કિસ્સો ઝાંસીમાં પણ સામે આવ્યો છે. અહીં એક યુવક તેની પત્ની માટે ઘરે-ઘરે ભટકી રહ્યો છે. પતિના કહેવા પ્રમાણે, તે પ્રેમ લગ્ન હતા અને તેણે તેની પત્નીને ભણાવવા માટે ઘણી મહેનત કરી હતી, પરંતુ જ્યારે તે એકાઉન્ટન્ટ બની ત્યારે તેણે પતિને છોડી દીધો છે.
તેણે તેની પત્ની માટે પોલીસ અને અન્ય અધિકારીઓના ચક્કર લગાવ્યા પરંતુ તેને ન્યાય મળ્યો નથી. બુધવારે જ્યારે તેની પત્ની એકાઉન્ટન્ટની પોસ્ટ માટે નિમણૂક પત્ર લેવા ગઈ ત્યારે પણ તેને શોધવા માટે ત્યાં ગયો હતો. પરંતુ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. આ અંગે જ્યારે યુવતી સાથે ફોન પર વાત કરવામાં આવી તો તેણે કેમેરા સામે આવવાનો ઈન્કાર કરી દીધો અને કહ્યું કે તેના લગ્ન થયા નથી.
પીડિત નીરજ વિશ્વકર્મા ઝાંસીના કોતવાલી શહેરની બહાર બાબા કા અટ્ટામાં રહે છે. નીરજને ત્રણ ભાઈઓ છે, જેમાંથી તે સૌથી નાનો છે. નીરજ વિશ્વકર્મા સુથારનું કામ કરે છે. લગભગ 5 વર્ષ પહેલા ઝાંસીની સત્યમ કોલોનીમાં રહેતી રિચા સોનીને એક મિત્રના ઘરે મળ્યો હતો. બંનેએ લગભગ અઢી વર્ષ વહેલા ઓરછા મંદિરમાં જઈને લગ્ન કર્યા હતા. જે બાદ બંને ઘરે આવ્યા અને ખુશીથી રહેવા લાગ્યા. આ દરમિયાન યુવતી રિચાએ તેને કહ્યું હતું કે તે આગળ ભણવા માંગે છે. રિચાને ભણાવવા માટે તે મજૂરી કામ કરતો હતો. જ્યારે રિચાની સરકારી નોકરીમાં એકાઉન્ટન્ટ તરીકે પસંદગી થઈ, ત્યારે તેનો અભિગમ બદલાઈ ગયો.એકાઉન્ટન્ટના પદ માટે પસંદગી થયા બાદ તેણીએ પતિને છોડી દીધો હતો. ત્યારથી આજ દિન સુધી તે ઘરે પરત ફરી નથી.
તેની પત્નીને મેળવવા યુવકે અધિકારીઓથી લઈને પોલીસ સુધીના ચક્કર લગાવ્યા, પરંતુ તેની પત્ની મળી ન હતી. પત્નીને કલેક્ટર કચેરીમાં નિમણૂક પત્ર મળી રહ્યો હોવાની જાણ થતાં તે તેની એક ઝલક મેળવવા ત્યાં ગયો હતો, પરંતુ ત્યાંથી પણ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. તેણી એપોઈન્ટમેન્ટ લેટર લઈને છુપાઈ ગઈ પણ તેને મળી નહિ.
નીરજે કહ્યું, “હું 18 જાન્યુઆરીથી પરેશાન છું. મારી પત્ની રિચા સોની, જે હવે એકાઉન્ટન્ટ બની ગઈ છે, તેણે મને છોડી દીધો છે. જેના કારણે હું ઘરે-ઘરે ભટકી રહ્યો છું. હું મારી પત્નીની શોધમાં દરેક જગ્યાએ ગયો છું. હું કલેક્ટર કચેરીમાં આવ્યો હતો, પરંતુ તે મને અહીં પણ ના મળી.
પીડિત યુવક નીરજે કહ્યું, “હું તેને 5-6 વર્ષ પહેલા મળ્યો હતો. જ્યારે તે નાના બાળકોને ભણાવતી હતી. આ મુલાકાત મિત્રતામાં બદલાઈ ગઈ હતી. અને પછી ક્યારે પ્રેમમાં પડ્યા ખબર જ ના પડી. પ્રેમમાં પડ્યા પછી ઓરછા મંદિરમાં જઈ અમે બંનેએ લગ્ન કર્યા હતા. બને ખુશી-ખુશી રહેતા હતા. જો કે દરમિયાન એક નાની વાતને લઇ વિવાદ થયો એ રિયા પોતાના પિયર પાછી જતી રહી હતી.
ફેમિલી કોર્ટમાં કલમ 9 દાખલ કરી હતી અને તેણીને તેના ઘરે બોલાવી હતી. જાન્યુઆરી મહિનામાં તેની પત્નીને એકાઉન્ટન્ટની પોસ્ટ માટે પસંદ કરવામાં આવી હતી. એકાઉન્ટન્ટના પદ માટે પસંદ થયા બાદ ફરી રિયા તેને 18 જાન્યુઆરીએ છોડીને જતી રહી હતી. આ પછી તેને મળી જ નથી. એકવાર હું તેને પોલીસ સ્ટેશનમાં મળ્યો તો તેણે કહેવાનું શરૂ કર્યું કે SDM પાસે જઈને એફિડેવિટ આપો કે લગ્ન નથી થયા.
પીડિત પતિએ કહ્યું કે મને રિયાને ભણાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અમે સુથાર છીએ. તેણે જે ઈચ્છ્યું તે કર્યું. અમે રોજના 400-500 રૂપિયા કમાતા હતા. તેમાંથી બચત કરી રિયાને ભણાવી. ઘણી વખત લોન પણ લેવી પડી.
આજે હું તેને દિવસ-રાત યાદ કરું છું. રાત્રે ઊંઘ પણ નથી આવતી. અને તે કહે છે અમે લગ્ન કર્યા જ નથી. મારી પાસે લગ્નનો ફોટો અને પ્રમાણપત્ર છે, શું તે નકલી છે? અમે ફેબ્રુઆરી 2022 માં ઓરછામાં લગ્ન કર્યા. એક તરફ પતિ પત્નીને પરત મેળવવા અધિકારીઓના ચક્કર લગાવી રહ્યો છે. બીજી તરફ યુવતીનું કહેવું છે કે તેણે નીરજ સાથે લગ્ન કર્યા જ નથી. આ તેને બદનામ કરવાનું ષડયંત્ર છે.