અલાબામાના બર્મિંગહામમાં એક નાઈટ ક્લબમાં ગોળીબાર, ઓછામાં ઓછા સાત લોકોનાં મોત

Spread the love

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની ઘટના બાદ અલાબામાના બર્મિંગહામમાં એક નાઈટ ક્લબમાં ગોળીબાર થયો છે. જેમાંમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. બર્મિંગહામ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 9 લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે. બર્મિંગહામ પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ અધિકારીઓને ફાયરિંગની માહિતી મળતાં જ રાત્રે 11:08 વાગ્યે 27મી સ્ટ્રીટ નોર્થના 3400 બ્લોકમાં પહોંચ્યા. લોકોને ગોળી મારી હોવાના અહેવાલ પર પ્રતિક્રિયા આપી હતી.

બર્મિંગહામ ફાયર એન્ડ રેસ્ક્યુ (BFRS) ઘટનાના થોડા સમય બાદ ઘટનાસ્થળે પહોંચ્યા અને નાઈટક્લબ પાસે ફૂટપાથ પર પડેલા એક પુરુષને મૃત જાહેર કર્યો. BFRSએ અંદરથી મળી આવેલી બે મહિલાઓને મૃત જાહેર કરી. ઘણા ઘાયલોને BFRSના કર્મચારીઓ અથવા ખાનગી વાહનો દ્વારા UAB હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ દરમિયાન UAB હોસ્પિટલના ડોક્ટરોએ એક વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શા માટે ગોળીઓ ચલાવવામાં આવી. પોલીસ ઓફિસર ટ્રુમેન ફિટ્ઝગેરાલ્ડનું કહેવું છે કે અધિકારીઓ માને છે કે એક શંકાસ્પદ વ્યક્તિએ રસ્તા પરથી નાઈટક્લબમાં ગોળીબાર કર્યો. ફેડરલ એજન્સીઓ BPDને તપાસમાં મદદ કરી રહી છે. માહિતી ધરાવનાર કોઈપણ વ્યક્તિ 205-254-1764 પર BPDનો સંપર્ક કરી શકે છે.

સ્થાનિક પોલીસે કહ્યુ કે બર્મિંગહામ પોલીસ ડિપાર્ટમેન્ટ આ દુઃખ અને નુકસાનના સમયમાં અમારા સમુદાય સાથે ઊભું છે કારણ કે અમે બર્મિંગહામ શહેરમાં હિંસાના અણસમજુ કૃત્યોના સાક્ષી છીએ. અમે પીડિતો, તેમના પરિવારો અને અસરગ્રસ્ત તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આવી દુર્ઘટના છતાં અમે પીડિતોને ન્યાય અપાવવાના અમારા મિશનમાં અડગ છીએ. અમે જવાબદાર લોકોને પકડીને ન્યાય અપાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છીએ. બર્મિંગહામ પોલીસ વિભાગ અમારા સમુદાયની સલામતી અને સુરક્ષાની ભાવનાને પુનઃસ્થાપિત કરવા માટે સમર્પિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com