આજથી પંદરવર્ષ પહેલા પોતાના સ્કૂલફ્રેન્ડ વિરસંગ ચૌધરી સાથે પરણેલી પોલીસ કોન્સ્ટેબલ એના બૂટલેગર દોસ્તના નેટવર્ક નો ઉપયોગ કરી પોલીસને ચકમો આપીને ભાગી હતી , પણ ટેક્નિકલ સર્વેલન્સને આધારે એને સૌરાષ્ટ્ર ના લીમડીથી ઝડપી પાડી છે મૂળ બનાસકાંઠા ના મોરિયા ગામ ની છે , એની બાજુમાં આવેલા બદરપુરા ગામમાં વિરસંગચૌધરી રહે છે, બંને સ્કૂલમાં ભણતા હતા ત્યારથી પ્રેમ માં પડ્યા હતા , નીતા અને વિરસંગ ચૌધરીએ 15 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા.
ત્યારથી નીતાના માતાપિતા એનાથી નારાજ હતા . નીતાના પતિ વિરસંગ ચૌધરી ખેતી અને જામીન દલાલી નો ધંધો કરે છે , પહેલા વિરસંગ ગામના સરપંચ હતા , અને હાલ એની ભાભી ગામની સરપંચ છે , નાનપણ થી એક્ટિગ ની શોખીન નીતા પોલીસમાં જોડાઈ ,ત્યારથી રીલ બનવતી હતી .એમના પતિ વિરસંગ ચૌધરીએ નીતા જામીન નામંજુર થયા પછી ભાગી ત્યારે જન્મભૂમિપત્રોએ વિરસંગ સાથે કરેલી વાતચીત માં કહ્યું કે જામીન મળ્યા પછી નીતા ચૌધરી બનાસકાંઠા એની સાથે રહી હતી અને ત્યારે એને કહ્યું હતું કે એ તમામ આરોપો માંથી બહાર આવશે એ નિર્દોષ છે ,પણ જામીન નામંજૂર થયાના સમાચાર આવ્યા પછી એનો કોઇ સંપર્ક નથીઆ અગાઉ નીતા ચૌધરી ની પ્રાથમિક પૂછપરછ માં એને કચ્છ ના એસપી સાગર બાગમારે ને કહ્યું હતું કે , દારૂ નો જથ્થો આબુ રોડ પરથી લીધો હતો એની તપાસ ચાલુ હતી , લીમડી થી પકડાયેલી નીતા ચૌધરી એના દોસ્ત અને મોટી ચિરાઈના બૂટલેગર યુવરાજ સિંહ ના નેટવર્ક નો ઉપયોગ કરી છુપાઈ હતી .એટીએસ ના એક ઉચ્ચ અધિકારીએ જણવ્યું હતું કે કચ્છના એક પત્રકાર અને બીજા કેટલાક ફોન નંબરના સર્વેલન્સ ના આધારે અમે એને લીમડીથી ઝડપી લીધી છે પ્રાપ્ત માહિતી મુજબ ભચાઉ ભચાઉ તાલુકાના ચોપડવા નજીક હાઇવે પર સફેદ કલરની થાર ગાડી ચડાવી દઈ પોલીસ અધિકારીની હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં સીઆઇડી ક્રાઇમની મહિલા પોલીસ કર્મચારી નીતાબેન વશરામભાઇ ચૌધરીની ધરપકડ કરી લેવાઈ હતી. દરમ્યાન ભચાઉ કોર્ટમાં રજૂ કરાતાં જામીન મંજૂર કરાયા હતા.
પોલીસ દ્વારા આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને પગલે ન્યાયાલય દ્વારા જમીન અરજી રદ્દ કરાઇ હતી, પરંતુ મહિલા પોલીસ કર્મચારી હાજર મળી આવ્યા ન હતા. પરિણામે પોલીસે તપાસનો દોર આગળ હાથ ધર્યો હતો. તેવામાં ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીને લીંબડી હાઇવે સર્કલ પાસેથી સસ્પેન્ડ પોલીસ કર્મચારીની ધરપકડ કરી લીધી હતી. નીતા ચૌધરી તેના સાથી બુટલેગરના સગાને ત્યાં લીંબડી તાલુકાના નજીકના ગામમાં રોકાઇ હોવાનું જાણવા મળી રહ્યુ છે. એટીએસની ટીમ તેણીને અમદાવાદ લઈ ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.