માફિયા અતીક અહેમદની અપરાધમાં કમાયેલી લગભગ 50 કરોડ રૂપિયાની જપ્ત કરાયેલી સંપત્તિને ન્યાયાલયે રાજય સરકારના પક્ષમાં કરી દીધી છે. જિલ્લાના શાસકીય વકીલ ગુલાબચંદ અગ્રહરિએ જણાવ્યું હતું કે અતીક અહમદે અપરાધથી કમાયેલી આ સંપત્તિ લાલાપુરના રાજમિસ્ત્રી હુબલાલના નામે ખરીદી હતી. લગભગ 2.377 હેકટર ભૂમિની આ તે સમયે કિંમત 12.42 કરોડ રૂપિયા દર હેકટરે હતી.
હુબલાલના નામે જમીન વેચાણ ખત કરતી વખતે અતીક અહમદે કહ્યું હતું કે જરૂર પડયે આ જમીનનો વેચાણ ખત તે તેના નામે કરાવી લેશે. પોલીસ કમિશ્ર્નર ન્યાયાલય તરફથી આ સંપતિને ગેંગસ્ટર એકટની ધારા 14 (1) અંતર્ગત જપ્ત કરવામાં આવી અને જવાબ દાખલ કરતીવખતે ત્રણ મહિનાનો સમય અપાયો હતો.
પુછપરછમાં હુબલાલે જણાવ્યું હતું કે અતીકે વર્ષ 2015માં ધમકાવીને તેના નામે આ જમીન લખાવી લીધી હતી. પોલીસે નવેમ્બર 2023માં આ જમીનને જપ્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઉમેશપાલ હત્યાકાંડ સહિત 100થી વધુ આપરાધિક કેસમાં અતીક અને તેના ભાઈ અશરફની ગત વર્ષે 15 એપ્રિલે પ્રયાગરાજમાં હત્યા થઈ ગઈ હતી.