રાજ્યમાં ૧૧૧૦ જેટલા બોન્ડેડ તબીબો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ અદા કરશે

Spread the love

રાજ્યના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ESIC હોસ્પિટલમાં બોન્ડેડ તબીબોને મુકવામાં આવ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય સેવાઓ શ્રેષ્ઠત્તમ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં ૧૧૧૦ જેટલા બોન્ડેડ તબીબોને મુકવામાં આવ્યાં છે.રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સેવાઓમાં નવનિયુક્ત આ બોન્ડેડ તબીબો બેકબોન સાબિત થશે.આ તમામ બોન્ડેડ તબીબો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ અદા કરશે.

આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર રાજ્યની ૩૧ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ૧૩૨,૫૧ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ૧૧૯ , ૨૨૨ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૩૧૦, ૪૯૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૪૩૦ અને રાજ્યની ૫૭ ESIC હોસ્પિટલમાં ૧૧૯ મળીને રાજ્યની ૮૫૬ હોસ્પિટલમાં કુલ ૧૧૧૦ તબીબો ઉપલબ્ધ થયા છે.

તબીબી અધિકારી વર્ગ-૨ ની કુલ ૧૨૭૨ જગ્યાઓ પૈકી ૧૧૧૦ તબીબોને આજે નિમણૂંક આપવામા આવી છે. બાકી રહેતી જગ્યાઓ પણ સત્વરે ભરવામાં આવશે
આ તબીબો ઉપલબ્ધ બનતા હવે રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઇ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં વર્ગ-2ના તબીબની ઘટ્ટ નહીવત બનશે અને ગ્રામીણ આરોગ્ય કક્ષાએ આ સેવાઓ વધુ સુલભ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com