અભણ તો ઠીક પરંતુ ભણેલા ગણેલા અને ટોપના લોકો પણ સરળતાથી ઠગાઈનો ભોગ બની જતાં હોય છે. હવે પોર્ન વીડિયોને નામે એક લેડી ડોક્ટર સાથે ઘાટ થઈ ગયો અને તેમણે હાથોહાથ 59 લાખ રુપિયા આપી દીધાં હતા.
નોઈડા સેક્ટર 77 ના રહેવાસી ડૉ. પૂજા ગોયલને 13 જુલાઈના રોજ એક કૉલ આવ્યો. કૉલરે પોતાને ટેલિફોન રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાના અધિકારી તરીકે ઓળખાવ્યો અને ગોયલને કહ્યું કે તેના ફોનનો ઉપયોગ પોર્ન વીડિયો ફેલાવવા માટે થઈ રહ્યો છે.
ડૉક્ટરે આ વાતનો ઈન્કાર કર્યો, પરંતુ ફોન કરનારે તેને વીડિયો કૉલમાં જોડાવા માટે સમજાવી. તેને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તે ડિજિટલ ધરપકડ હેઠળ છે. આ પછી ડોક્ટર ગભરાઈ ગયાં અને તેમણે 59 લાખ રુપિયા કહ્યાં પ્રમાણે ટ્રાન્સફર કરી દીધાં હતા.
Metaનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram હવે ન્યૂડિટી રોકવા માટે એક ફીચર પર કામ કરી રહ્યુ છે. આ ફીચરથી DMમાં એટલે કે ડાયરેક્ટ મેેસેજમાં આવનારી તમામ ન્યૂડિટીવાળી તસ્વીરો ઓટોમેટિકલી બ્લર થઈ જશે. ઈન્સ્ટાએ પોતાના બ્લોગ પોસ્ટમાં આ જાણકારી આપી છે. Instagramએ આ અંગે જણાવ્યુ છે કે, “કિશોરોના યૌન ઉત્પીડન અને કેરેક્ટટર એસેશિનેશનની ઘટનાઓને પહોંચી વળવા કેટલાક ઉપાયો માટે તેઓ કામ કરી રહ્યા છે, જેનાથી કિશોરોને નિશાન બનાવવા મુશ્કેલ બની જશે. આ સિવાય સેક્યુઅલ એક્સટોર્શન અને સેક્સટોર્શન પર લગામ લાગશે.
સેક્સટોર્શન એ ડિજિટલ ખંડણીનું એક સ્વરૂપ છે. અહીં ગુનેગારો છેતરપિંડીથી પીડિતોને તેમના નગ્ન ફોટા અથવા વિડિયો શેર કરવા માટે મેળવે છે અને બાદમાં તેમને બ્લેકમેલ કરે છે. ઓનલાઈન કોઈની સાથે અશ્લીલ તસવીરો કે વિડિયો શેર ન કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ જો તમે આમ કર્યું હોય તો અહીં કેટલીક બાબતો છે જેનાથી તમે આવું થતું અટકાવી શકો છો.