એકલા ગુજરાત રાજ્યમાં જ રૂ. 2000 કરોડ વળતરના દાવાઓના નાણાં જમા છે : સુપ્રીમે ખુલાસો માગ્યો

Spread the love

રાજ્યના નિવૃત્ત જજે મે મહિનામાં મેલ કરેલો તેના પરથી ખંડપીઠે સુઓમોટો પિટિશન કરી છે. જેમાં રાજ્ય તરફથી શા માટે વળતરના લાભાર્થીને શોધવા કોઈ પ્રયાસ નહીં તેવો સુપ્રીમે ખુલાસો માગ્યો છે.

એકલા ગુજરાત રાજ્યમાં જ રૂ. 2000 કરોડ વળતરના દાવાઓના નાણાં જમા છે. ગુજરાતમાં લાભાર્થીઓને આપ્યા વિના મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યૂનલ્સ (એમએસીટી) અને લેબર કોર્ટમાં આશરે રૂ.2000 કરોડ જમા કરવામાં આવેલી મોટી રકમ અંગે સુપ્રીમ કોર્ટે સુઓમોટો રિટ પિટિશન શરૂ કરી છે.

જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ અગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે નોંધ્યુ હતુ કે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલના આધારે સુઓમોટો રિટ પિટિશન નોંધવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ગુજરાતના કાયદા સચિવ અને ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને કારણ દર્શક નોટિસો કાઢીને એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યૂનલ્સ (એમએસીટી) અને લેબર કોર્ટનો ડેટા 26મી જુલાઈના રોજ મુદત રાખી છે. ગુજરાતના નિવૃત્ત જજ બી.બી.પાઠકએ સુપ્રીમ કોર્ટને તા.25મી મે 2024ના રોજ ઈ-મેઈલ કરીને જણાવ્યુ હતુ કે, ઈમેલમાં, વળતરના માર્ગે ચૂકવવાપાત્ર મોટી રકમનો દાવો કરવામાં આવ્યો નથી અને MACT અને લેબર કોર્ટમાં જમા કરવામાં આવે છે. એકલા ગુજરાત રાજ્યમાં જ રૂ.2000 કરોડ વળતરના દાવાઓના નાણાં જમા પડયા છે અને વળતરના લાભાર્થીઓને શોધવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. જેની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસએ ગંભીર નોંધ લઈને સુઓમોટો દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટના નિર્દેશના પગલે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા ગુજરાતની નીચલી કોર્ટોમાં પડતર એમએસસીટીના પડતર દાવાઓ અને દાવાઓમાં અનક્લેમ નાણાં કેટલા પડેલા છે તેની માહીતી મેળવવાની ચાલુ કર્યુ છે. નીચલી કોર્ટોમાં એમએસીટી અને અનકેલઈમ રકમ કોની પડી રહી છે તેનુ લિસ્ટ બનાવવાનું ચાલુ કર્યુ હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યૂનલ્સ (એમએસીટી) અને લેબર કોર્ટમાં થયેલા દાવાઓનો સામાન્ય સંજોગોમાં પણ એકદમ વિલંબથી નિકાલ થતો હોય છે. આ કિસ્સામાં મળેલી પ્રાથમિક માહિતી મુજબ, અનેક કેસ એવા છે જેમાં અકસ્માતમાં મૃત્યુ પામનારના વારસોએ વળતરનો જે દાવો કરેલો તેમાં મુદતો પડીને સુનાવણી એટલી લાંબી ચાલી કે દાવો મંજુર થયો તે સમયે કાં તો દાવો કરનારા વારસોમાંથી કોઈ હયાત ન હોય અથવા તો કંટાળીને સાવ ભૂલી જ ગયા હોય. આમ, કયા કારણોસર આટલી મોટી રકમ પડી રહી તેની ચકાસણી કરવા સુપ્રીમે ગુજરાત સરકારને આદેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com