વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી તેમજ ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારી ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. અને કહ્યું છે કમલમ સાથે જોડાયેલા ભાજપના નેતાઓ તથા તેમના મળતીયાઓ દ્વારા સામાન્ય માણસોની માલિકીની ગાડીઓ ભાડે મેળવી અમુક સમય ચલાવી જે બાદ ભાડું ન ચૂકવતા ગાડીઓ પણ કબજે કરી તે ગાડીઓને નંબર પ્લેટ ફેરવી દારૂની હેરાફેરીમાં વાપરવામાં આવે છે.
અને સામાન્ય માણસો વારંવાર ન્યાયની માંગણી કરી હોવા છતાં કોઈપણ પ્રકારની ફરિયાદ તેમની લેવામાં નથી આવતી જેની રજૂઆત વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પીડિતોને સાથે રાખી અમદાવાદ શહેર જોઈન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુજરને કરી હતી
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના સમયે કમલમમાં ભાજપના નેતા અને એમના ચિરંજીવીએ સામાન્ય નાગરિકોની ગાડીઓ ચૂંટણીના કામ પૂરતી જોઈએ છે અને મહિને અમુક ચોક્કસ રકમ આપવાના કરાર કરી ભાડે રાખવાની વાત કરવામાં આવી હતી. ત્યારે લોકો દ્વારા એવો આરોપ કરવામાં આવ્યો હતો કે અમદાવાદમાં રહેતા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રિન્સ મિસ્ત્રી અને ક્રાઈમ બ્રાન્ચના ડોડીયા અટક ધરાવતા પોલીસ કોન્સ્ટેબલ આ સમગ્ર કૌભાંડમાં સામેલ હતા. જયારે ચૂંટણી જતા જ ગાડીઓ કોઈને પરત કરવામાં આવી નહીં અને તે જ ગાડીમાં દારૂની હેરફેર અને પોલીસની નેમ પ્લેટ લગાડીને ગાડીઓ ફેરવવામાં આવે છે તેવું ગાડીઓના માલિકો દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારે સમય જતા માસિક ભાડાનો હપ્તો કે ગાડીઓ કંઈ પણ પાછું આપવામાં આવ્યું ન હતું.
આ રીતે એક સુઆયોજિત રીતે કૌંભાંડ આચરી અમદાવાદ અને ગુજરાતના 100 થી વધુ લોકોની ગાડીઓ ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી છે. આ મુદ્દે વડગામનાં MLA જીજ્ઞેશ મેવાણી આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવે એ માંગ સાથે અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીએ ભોગ બનનાર નાગરિકો સાથે પોહચ્યાં હતા.
આ મામલે જેસીપી નીરજ ભડગુજરે જણાવ્યું હતું કે કાજલબેન મહેન્દ્રભાઈ જાદવ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે પ્રિન્સ મિસ્ત્રી નામક વ્યક્તિએ તેમને ગાડી આપીને સામે દર મહિને તેનું ભાડું મળશે તેઓ જાણસો આપીને ફસાવ્યા હતા. ત્યારે બધી જ ગાડીઓ અને તેમના પૈસા તેમને પાછા આપવામાં આવશે તેવું વહેલાથી પેહલા ધોરણે સમગ્ર મામલે કામ કરવામાં આવશે.
મહત્વનું છે કે આ સમગ્ર મામલે જેસીપી સાથે વાત કરતા લોકોને આશ્વાસન મળ્યું હતું કે ભોગ બનનારને તેમની ગાડી પરત મળી જશે અને સમગ્ર મામલાને ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવશે.