આજે લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેંટ વિભાગ દ્વારા અમદાવાદને ઝીરો વેસ્ટ સિટી બનાવવા મોટી સંખ્યામાં હાજર રહેલા નાગરિકોને RRR અને એગ્રીગેશન અંગે હાથ ધરેલ જન-જાગૃતિ કાર્યક્રમ 

Spread the love

કાર્યક્રમમાં ઝૂમ્બા, ફન ગેમ્સ, સ્પોર્ટ્સ કોર્નર, આર્ટસ અને ક્રાફટ, ફીટનેશ તથા બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ સહિતની પ્રવૃતિઓનું આયોજન

અમદાવાદ

માય સિટી, માય પ્રાઈડ અભિયાન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિવિધ વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહેલ છે. જેમાં આજ રોજ 28 મી જુલાઇ 2024 ના રોજ લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ ખાતે aProCh, રિવરસાઇડ એજ્યુકેશન ફાઉન્ડેશન, સ્માર્ટ સિટી અને રિવર ફનફિએસ્ટા અનડેટ તથા સાબરમતી રીવરફ્રન્ટ ડેવલોપમેંટ કો. લિ. તથા વિવિધ NGO અને કૉમ્યુનિટી ઓર્ગેનાઇઝેશનો સાથે હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરેલ.આ કાર્યક્રમમાં ઝૂમ્બા, ફન ગેમ્સ, સ્પોર્ટ્સ કોર્નર, આર્ટસ અને ક્રાફટ, ફીટનેશ તથા બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ સહિતની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ. જેની મજા માણવા વિશાળ સંખ્યામાં હાજર રહેલ નાગરીકોને આ પ્રવૃતિઓની સાથે-સાથે શહેર સ્વચ્છ રહે તેનો સંદેશો આપવા સોલિડ વેસ્ટ મેનેજમેંટ વિભાગે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજેલ હતો જેમાં 500 થી વધારે સંખ્યામાં ઉપસ્થિત નાગરીકોએ સહકાર આપેલ.આ કાર્યક્રમમાં અમદાવાદમાં રોજેરોજ ઉત્પન્ન થતાં કચરાનું સેગ્રીગેશન કરવામાં આવે અને રીડયુસ, રીયુઝ, રીસાયકલ હેઠળ કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરી અમદાવાદને ઝીરો વેસ્ટ સિટી બનાવવાનાં ધ્યેય સાથે 07 ઝોનમાં શરૂ કરેલ નવીનત્તમ પહેલ મોબાઈલ RRR સેન્ટર વાહન પણ રાખવામાં આવેલ હતું. જેમાં નાગરીકોએ તેઓનાં બિન ઉપયોગી એવા વપરાયેલાં કપડાં, જૂના પગરખાં, ચોપડીઓ તથા જૂના રમકડાંનું દાન કરેલ હતું.કાર્યક્રમમાં શહેરને સ્વચ્છ રાખવા સારું કચરો ગમે ત્યાં ન નાંખવા અને લીટરબીનનો ઉપયોગ કરવો, સેગ્રીગેશન કરવું તેમજ પ્લાસ્ટીકની થેલીઓને બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા અંગે મોટા પાયા પર પ્રચાર પ્રસાર કરવામાં આવેલ હતો.આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરીકોને સ્વચ્છતાનાં શપથ લેવડાવી શહેરને સ્વચ્છ રાખવાની અપીલ કરતા તમામ નાગરીકોએ અમદાવાદ શહેરને સૌથી સ્વચ્છ અને સુંદર બનાવવામાં પોતાનો સક્રિય સહયોગ આપવાની પ્રતિબધ્ધતા દર્શાવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com