હિઝબુલ્લાહના લડાકુઓ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા ભીષણ હુમલામાં 12 બાળકોના મોત થયા છે અને 37 કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને લીધે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ હિઝબુલ્લાને જવાબદાર ઠરાવ્યું છે.
આ સાથે જ તેમણે ચેતવણી આપી છે કે હિઝબુલ્લાએ મોટી કિંમત ચુકવવી પડશે. તેમણે કહ્યું કે ઈઝરાયેલના નાગરિકો, તમારી જેમ હું પણ હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ જીવલેણ હુમલા બાદની ભયાનક તસવીરો જોઈને સ્તબ્ધ છું.
પ્રધાનમંત્રી નેતન્યાહૂએ વધુમાં કહ્યું કે આ દ્રશ્યો જોઈને અમારા સૌના હૃદય તૂટી ગયા છે. અમે આ મુશ્કેલ ઘડીમાં મુશ્કેલ ઘડીમાં તેમના પરિવારો સાથે છીએ. હું શક્ય એટલા જલદી સ્વદેશ જવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું સૌથી પહેલા સુરક્ષા કેબિનેટની બેઠક બોલાવીશ અને આ ઘટનાનો જવાબ આપશું.
Millar Maadad al-Shaar, 10
Alma Ayman Fakhr al-Din, 11
Naji Taher Halabi, 11
Yazan Naif Abu Salah, 12
Izil Nashat Ayoub, 12
Finis Adham Safadi, 12
John Wadie Ibrahim, 13
Hazem Akram Abu Salah, 15
Fajr Laith Abu Salah, 16
Amir Rabi Abu Salah, 16
Nazem Fakher Saeb… pic.twitter.com/GQ3ElGYvQk
— Israel Defense Forces (@IDF) July 28, 2024
આ હુમલા બાદ ઈઝરાયેલના સૈન્ય વડા એલટીજી હર્જી હલેવીએ કહયું કે અમને જાણા મળ્યું છે કે રોકેટ હુમલો ક્યાંથી કરવામાં આવ્યો છે. તે હિઝબુલ્લા તરફથી કરવામાં આવ્યો છે. તેણે અમારા નાગરિકોને માર્યા છે. અમારા બાળકોને માર્યા છે. વિશ્વભરના એથ્લિટ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે હિઝબુલ્લા ઈઝરાયલના એથ્લિટોની આગામી પેઢીની હત્યા કરી રહ્યા છે. બાળકોની નિર્દયતાપૂર્વક હત્યા કરી રહ્યા છે.