સાયબર છેતરપીંડીના ૧૨૧૭૦૧ ગુન્હાઓ સાથે ગુજરાત દેશમાં ૩માં ક્રમાંકે : ગુજરાત  કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કર

Spread the love

સરેરાશ દર કલાકે ૧૩થી વધુ અને એક દિવસમાં સરેરાશ ૩૩૩થી વધુ સાયબર ફ્રોડના ગુન્હાઓ ગુજરાતમાં : એક વર્ષમાં સાયબર છેતરપીંડીમાં ગુજરાતીઓ રૂપિયા ૬૫૦ કરોડ લુંટાય છે

અમદાવાદ

ડીઝીટલ ઇન્ડિયાની સુફિયાણી વાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નકલી અધિકારી, નકલી કચેરી, નકલી ટોલનાકા, નકલી પીએમઓ, સીએમઓ અધિકારી બાદ નકલી ઓળખ બનાવીને ગુજરાતના નાગરીકોને લૂટવાનું સુનિયોજિત રીતે સાયબર ગઠિયાઓ ગુન્હાખોરી કરી રહ્યા છે. ગુજરાતમાં ફેક પ્રોફાઈલ, ફેસબુક આઈડી સહિતની નકલી ઓળખ બનાવીને નાગરિકોના ખીસ્સા પર લુંટ ચલાવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના માનનીય ગૃહમંત્રીશ્રી પણ આમાંથી બાકાત રહી શક્યા નથી. સાયબર ગઠીયાઓ એટલા છાટકા બન્યા છે કે તમને ગુજરાતના ગૃહમંત્રીશ્રીનું પણ નકલી એકાઉન્ટ બનાવી દીધું. સુરતના કમિશનરનું પણ નકલી એકાઉન્ટ પણ બનાવવમાં આવ્યું. આજ દર્શાવે છે કે ગુજરાતના નાગરીકોને સાઈબર સુરક્ષા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ આવશ્યક બન્યું છે ત્યારે ઓનલાઈન સર્ફિંગ, સોશીયલ મીડિયા, ઈ-બેન્કિંગ સહિતના સાઈબર ગુન્હાઓમાં ગુન્હાઓ ગુજરાતમાં સતત વધુ રહ્યા છે. એક વર્ષ(૨૦૨૩)માં જ ગુજરાતમાં ૧૨૧૭૦૧ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ નોધાઇ છે. સાયબર ગઠિયાઓ એ એક વર્ષમાં સાયબર છેતરપીંડીમાં ગુજરાતીઓ રૂપિયા ૬૫૦ કરોડના લૂટ્યા છે. સરેરાશ દર કલાકે ૧૩થી વધુ અને એક દિવસમાં સરેરાશ ૩૩૩થી વધુ સાયબર છેતરપીંડીના ગુન્હાઓ ગુજરાતમાં થઇ રહ્યા છે. વર્ષ ૨૦૨૩માં દેશમાં ૧૧૨૮૨૬૫ સાયબર ફ્રોડની ફરિયાદ નોધાઇ છે. જેમાં ઉત્તરપ્રદેશ ૧૯૭૫૪૭ સાથે પ્રથમ, મહારાષ્ટ્રમાં ૧૨૫૧૫૩ સાથે બીજા અને ગુજરાતમાં ૧૨૧૭૦૧ ફરિયાદ સાથે ત્રીજા ક્રમાંકે છે.મહિલા જાતીય સતામણી, મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી ઓનલાઈન ફ્રોડ, આર્થીક ગુનાઓની ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે. સાયબર ફ્રોડથી બચવાની માહિતી ગુજરાતના નાગરિકોને મળીએ તે આવશ્યક છે ત્યારે ગુજરાતમાં સાઈબર ગુન્હાઓની તપાસ, કાર્યવાહી વગેરે માટે માત્ર ૧૪ જેટલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે. ગુજરાતમાં વધી રહેલા સાયબર ફોર્ડને રોકવા ભાજપ સરકાર કડક અને ત્વરિત પગલા લે અને સાયબર સુરક્ષા અંગે યુવાનોમાં જાગૃતિના વધુમાં વધુ કાર્યક્રમો થાય એ સુનિશ્ચિત કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com