ગુજરાતમાં કોંગ્રેસ તરફથી બનાસકાંઠા સીટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસને વિજય અપાવ્યો હતો. ગેનીબેનને ભાજપને પૂરી બહુમતી સાથે જીત મેળવવાના રથ પર બ્રેક લગાવવાનું કામ બનાસ કાઠાના ગેનીબેને કર્યું હતું. જોકે આજે ગેનીબેને નવી દિલ્હીમાં સાંસદ ભવન ખાતે અમિત શાહ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.
ગુજરાત કોંગ્રેસના એક માત્ર સાંસદ ગેનીબેન ઠોકોર આજે 31/7/2024 ના રોજ “સાંસદ ભવન”માં દેશના ગૃહમંત્રી માનનીય અમિત શાહ સાહેબને મળ્યા હતા.
ગેનીબેને ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા “બનાસકાંઠા, કચ્છ અને પાટણ” આ ત્રણ જિલ્લાની સમસ્યાને લઈને તેમની સાથે વાતચીત કરી હતી.
આ સાથે ગેનીબેને બોર્ડરના ગામોમાં ભારત સરકારના ગૃહ વિભાગ મારફત બી.એ.ડી.પી. ની “બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ” હેઠળ ગ્રાન્ટ આપવામાં આવતી, જે 2020 થી બંધ કરવામાં આવેલ છે, તો ગ્રાન્ટ આ ત્રણ જિલ્લાઓ માટે ફરી આપવા માટે અને નવા ગામને “બોર્ડર એરિયામાં” સમાવેશ કરવા માટે રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી.
લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસ પક્ષ વિજેતા સાંસદ રહ્યા હતા. લોકસભાની બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરે ભાજપના ડો. રેખાબેન ચૌધરીને 30 હજારથી વધુ મતોથી હરાવી દીધા હતા. ગુજરાત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી વિજય મેળવ્યા બાદ પણ તેણે રાજીનામું આપી દીધું હતું.