ધ્રોલ ગામના 748 હિન્દુઓએ જામનગર કલેકટર સમક્ષ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની મંજુરી માંગતા ખળભળાટ

Spread the love

જામનગર જિલ્લાના ધ્રોલ ગામના 748 હિન્દુઓએ જામનગર કલેકટર સમક્ષ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની મંજુરી માંગતા ખળભળાટ મચી ગયો છે. ધ્રોલ ગામમાં પડધરીના નાકા પાસે સાત ડેરી મહાદેવ વાળા રોડ પર રહેતા 748 હિન્દુઓએ કલેકટરને પોતાના નામ, સરનામાં, આધાર નંબર અને ચૂંટણી ઓળખકાર્ડ નંબર સાથેની યાદી રજૂઆત સાથે કલેકટરને સોંપી છે અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની મંજુરી માંગી છે.

પોતાની રજૂઆતમાં આ તમામ લોકોએ રાજ્યની ભાજપ સરકાર પર રોષ ઠાલવ્યો છે. તેમણે લખ્યું છે કે ભાજપ કરતાં કોંગ્રેસ સાતદરજ્જેજે સારી હતી.જ્યારે કોંગ્રેસ સરકાર ગુજરાતમાં હતી, ત્યારે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો શાંતિથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ જ્યારથી હિંદુઓની સરકાર આવી છે. ત્યારથી હિન્દુઓની ચિંતાઓ વધી ગઈ છે. હિન્દુઓની સમસ્યાઓનું કોઈ નિરાકરણ થતું નથી. હિન્દુઓની સરકારથી એટલા કંટાળી ગયા છીએ કે નાછૂટકે હવે અમારે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પડેલ છે.

ધ્રોલ ગામે પડધરીના નાકા બહાર ખાટકીવાડો આવેલ છે. આ ખાટકી-કસાઈ લોકો અનેક રજૂઆતો અનેક વાંધાઓ હોવા છતાં જાહેર માર્ગમાં અને જાહેર રસ્તાઓમાં ખુલ્લેઆમ મટન મચ્છી-મૃત પશુઓના હાડકાઓ અમારા હલન ચલણના માર્ગો ઉપર નાખે છે. જેનાથી મોટાપાયે દુર્ગંધ ફેલાય છે. અમે અમારા ઘરમાં પણ રહી શકતા નથી. અમારે કેમ જીવવું એજ એક પ્રશ્ન છે. અમો હિન્દૂ હોવાથી અમારી લાગણીઓ દુભાઈ છે. ગંદકીના હિસાબે રોગચાળો ફેલાય છે. સરકારી તંત્ર કોઈજ ધ્યાન આપતું નથી. અનેક રજૂઆતો છતાં આજ દિવશ સુધી કોઈજ ઉકેલ આવેલ નથી.

પડધરીના નાકા બહાર મરઘા ઉછેરકેન્દ્ર આવેલ છે. આ મરઘા કેન્દ્રમાં કોઈજ સરકારી નીતિ-નિયમો લાગુ પડતા નથી કારણકે, આ મરઘા કેન્દ્ર કોંગ્રેસ પાર્ટીના રાજકીય વ્યકતિના હાથ નીચે આવેલ છે. આ મરઘાં કેન્દ્ર માત્ર હિન્દુઓનું શોષણ કરવા માટેજ છે. અમે ત્યાં રહેતા હોવા છતાં સરકારી અધિકારીઓએ પૈસા ખાઈને ત્યાં બનાવવા દીધા છે. કોઈજ નીતિ નિયમો લાગુ પડતા નથી. મૃત મરઘાઓનો નિકાલ જાહેર રોડ ઉપર કરે છે. જેનાથી દુર્ગંધ / ગંદકી / રોગચાળો ફેલાય છે. પણ આજ દિવસ સુધી અનેક રજુઆતો છતાં ધ્રોલ મામલતદાર, ધ્રોલ પ્રાંત અધિકારી કે ધ્રોલ ચીફ ઓફિસર કે કોઈજ આરોગ્ય અધિકારી ધ્રોલના રૂબરૂ જોવા પણ આવેલ નથી અમારી અનેક રજૂઆતોની અરજીઓ ઉપર માત્ર નંબરો જ પડે છે અને કચેરીઓના 1 ટેબલે થી બીજા ટેબલ સુધી પહોંચે છે. અને પછી ફાઇલોમાં બંધ થઈ જાય છે.

મેમણચોકમાં મુર્ગી શોપ અને મચ્છીપીઠનો મચ્છીનો કચરો પણ અમારા જાહેર હલન ચલન ના મુખ્ય માર્ગ ઉપર નાખે છે. વારંવાર કહેવા છતાં દાદાગીરી કરીને પણ અમારા માર્ગમાં નાખે છે. સરકારી તંત્ર એ બંગડીઓ પહેરેલી હોવાથી કોઈજ કાર્યવાહી થતી નથી.

ગામમાં મૃત પશુ ઓનો નિકાલ પણ અમારા હલનચલનના મુખ્ય માર્ગ ઉપર કરવામાં આવે છે. ધ્રોલ નગરપાલિકાના ચીફઓફીસર અને તેના કોન્ટ્રાક્ટર અમારા માર્ગમાં મૃત પશુઓનો નિકાલ કરાવવાથી પશુનું શરીર 15 દિવશ દુર્ગંધ મારે છે, જે દુર્ગંધમાં અમારે કેમ જીવન જીવવું તે એક મોટી સમસ્યા છે.

પડધરીના નાકાથી ધ્રોલ પ્રાથમિક શાળા નંબર 2 સુધીનો રોડ આજ દિવસ સુધી ડામર કે પછી પીસીસીનો બનેલ નથી. ઘણી વખત સિમેન્ટ / કોંક્રિટ / લોખંડના સળિયા સાથે મજૂરો આવ્યા પણ 2-4 દિવસ પછી બધું મટીરીયલ પાછું ચાલ્યું જાય છે. અમને ખબર નથી કે કાગળ ઉપર અમારો માર્ગ કેટલી વખત બીલો પાસ કરીને બનાવેલ છે. પણ અમારો જાહેર માર્ગ કદી બનેલજ નથી.

આ માંગણીઓ સાથે ધ્રોલના ગ્રામજનોએ અન્ય કેટલીક માંગણીઓની રજૂઆત સાથે જામનગર જિલ્લા કલેકટર સમક્ષ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની મંજુરી માંગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com