જિલ્લામાં સળંગ 5 વર્ષ નોકરી કરી હશે તો ફરજિયાતપણે નજીકના જિલ્લામાં બદલી નહીં થાય

Spread the love

ગુજરાત પોલીસમાં આમૂલ ફેરફાર થશે, જેમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) તેમજ બિન-હથિયારી પોલીસ-ઇન્સ્પેક્ટર (PI)ની પારદર્શિતા લાવવા માટે નિર્ણય લેવાયો છે. એ મુજબ કોઈ જિલ્લામાં સળંગ 5 વર્ષ નોકરી કરી હશે તો ફરજિયાતપણે નજીકના જિલ્લામાં બદલી નહીં થાય અને અન્ય ક્ષેત્રમાં બદલી કરાશે.

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન-હથિયારી PSI તેમજ બિન-હથિયારી PIની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવામાં આવશે તેમજ તમામ અધિકારીઓને રાજ્યનાં અલગ-અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે.

આ હેતુથી મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથેની મિટિંગમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પીએસઆઇ કે પીઆઇને એ ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં.

જે બિન-હથિયારી પીએસઆઇ કે પીઆઇએ એક જ ઝોનમાં પાંચ વર્ષ સળંગ અથવા તૂટક-તૂટક નોકરી કરી હોય તો તેમની બદલી કયા જિલ્લાઓ કે એકમોમાં કરી શકાશે નહીં એ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાનમાં લેવા સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે.

ગૃહ વિભાગે લીધેલા આ મહત્ત્વપૂર્ણ નિર્ણયને પરિણામે PSI અને PIની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે તેમજ તમામ પોલીસ અધિકારીઓને રાજ્યનાં વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે. આ નિયમોમાં અમુક કિસ્સા, જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બીમારી અને નિવૃત્તિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરિટ અન્વયે વિચારણા કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com