ગુજરાત સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી ફિશીંગ બંધનો નિર્ણય અયોગ્ય અને અવિચારી, માછીમારોને દરિયામા જવાની મંજુરી આપવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરતા શક્તિસિંહ

Spread the love

૧૨ નોટીકલ માઈલ સુધી જ ગુજરાત સરકારની જળસીમા છે તેના સિવાયના દરિયામાં માછીમારી થશે તેના માટે જવાબદાર કોણ ગણાશે ?

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી ફિશીંગ બંધના નિર્ણય અયોગ્ય અને અવિચારી છે .મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગુજરાત સરકારને વિનંતિ છે કે નીચેના મુદ્દાઓને ધ્યાને લઈ તુરત જ માછીમારોને દરિયામા જવાની મંજુરી આપવામાં આવે.તા. ૩૧/૦૭/૨૦૨૪ના બપોરે ૧૨ વાગ્યે ફિશરીઝ કમિશનરનો પરિપત્ર આવે છે કે તા. ૧, ૨ અને ૩ ઓગસ્ટના રોજ હવામાન ખરાબ છે તો ફિશિંગમાં જવા ટોકન મળશે નહિ અને સાંજે ૭ વાગ્યે વોટસએપ પર પરિપત્ર આવે છે કે ૧૫ ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ લગાવવામાં આવે છે, ગુજરાત સરકાર દ્વારા ફિશરીઝ એક્ટ ૨૦૦૩ના નિયમમાં કેબિનેટ અચાનક નિયમ સુધારી દેવામાં આવે છે. કોઈ માછીમારો સાથે ચર્ચા કર્યા વિના અને જેના કારણે માછીમારોને આર્થિક નુકશાનમાં ધકેલી દેવામાં આવ્યા છે.માછીમારી સીઝન આગલા દિવસે ચાલુ થવાની હતી અને ટોકન રાત્રે ૧૨ વાગ્યા પછી ચાલુ થવાના છે એમ માની માછીમારોએ પોતાની બોટમાં ડીઝલ, બરફ અને ખોરાકની વસ્તુઓ વગેરે બોટ પર રાખી દેવામાં આવ્યું હતું. જે બોટમાંથી કાઢી શકશે નહિ અને ખરાબ થશે.માછીમારી સીઝન ૧ ઓગસ્ટે ચાલુ થવાની છે એમ માની ૧૫/૦૭ના રોજ વલસાડ, કોટડા, ઉના, દીવ, વેરાવળ, પોરબંદર, જામનગરના માછીમારો કચ્છના જખૌ પોહચી ગયા એમ અલગ અલગ બંદરો પર બધા માછીમારો પોહચી ગયા અને બીજા રાજ્યમાંથી ખલાસી, ટંડેલ કે મજૂરી કામ માટે આવતા પુરુષ અને મહિલાઓએ તો ટ્રેનમાં રિઝર્વેશન ટિકિટ અગાઉથી કરી લીધેલ હતી. હવે તેઓ ગુજરાત આવી ગયા પણ ૧૫ દિવસ બેરોજગાર બેસવું પડશે.સીઝન ચાલુ થતાં પહેલાં માછીમારો પોતાના વેપારીઓ પાસેથી પૈસાનો ઉપાડ કરીને ડીઝલ, બરફ અને ખોરાક સમાન ખરીદી કરી હતી, હવે માછીમારો પાસેથી પહેલી ફિશીંગ માં પૈસા વસૂલ કરશે તો માછીમારો ૧૫ દિવસ માછીમારી કરી નહિ તેનો ખર્ચ થયો તેના કારણે વેપારીને પૈસા ચૂકવી શકશે નહિ જેના કારણે વેપારીઓ માછલીના યોગ્ય ભાવ આપશે નહિ. ૧૨ નોટીકલ માઈલ સુધી જ ગુજરાત સરકારની જળસીમા છે તેના સિવાયના દરિયામાં માછીમારી થશે તેના માટે જવાબદાર કોણ ગણાશે ?ગુજરાત સિવાય બીજા રાજ્યમાં ૧ ઓગસ્ટના માછીમારી સીઝન શરૂ થઈ ગઈ છે તો બીજા રાજ્યના માછીમારો ગુજરાતના દરિયા માં માછીમારી કરશે તેના માટે જવાબદાર કોણ ?બીજા રાજ્યમાં ૬૦ દિવસ માછીમારી બંધ સીઝનમાં માછીમાર સમુદાય માટે ત્યાંની સરકાર દ્વારા યોજના ચાલુ છે, જ્યારે ગુજરાત માછીમારો ને બંધ સીઝન માં રાહત મળે તેવી કોઈ યોજના ચાલુ નથી. ડાયરેક્ટ કે ઈન ડાયરેક્ટ ૫ લાખ લોકો ૧૫ દિવસ સુધી બેરોજગાર બનશે. માછલી પ્રોસેસ કંપની કે બરફના કારખાનામાં જે લોકો આવી ગયા છે તેને કંપનીના માલિકોએ ૧૫ દિવસ્ સુધી સાચવવા પડશે, જે આર્થિક ખર્ચ ઉઠાવવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com