હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના વિરોધમાંથી નીકળેલી ચિનગારીને કારણે દેશ સળગી રહ્યો છે. આ દરમિયાન હજુ પણ મોટા પાયે હિંસા ચાલુ છે. બાંગ્લાદેશના સેના પ્રમુખ જનરલે કહ્યુ કે વચગાળાની સરકાર કાર્યભારને સંભાળશે. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ભારત-બાંગ્લાદેશ સરહદ પર હાઇએેલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસને ગઈ કાલે રાત્રે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા પ્રધાન પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ઘણા ભારતીયો પણ ત્યાં ફસાયેલા છે. જેના પરિવારજનો તેમના પરત આવવાની રાહ જોઈ રહ્યા છે. ભારત સરકાર તમામ ભારતીયોને પરત લાવવા માટે તમામ જરૂરી કાર્યવાહી કરી રહી છે. એર ઇન્ડિયા દિલ્હીથી ઢાકા માટે પોતાની ફ્લાઇટ સંચાલિત કરશે અને બાંગ્લાદેશના પાટનગરથી લોકોને પરત લાવવા માટે એક વિશેષ ફ્લાઇટ ચાલુ કરવાની પણ સંભાવના છે. ઢાકાથી એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હી પહોંચી છે.