અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલિયા સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ આર.બી.રાઠોડ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન HC ઇસ્માઇલબેગ મિરઝા PC ચમનભાઈ જાદવને મળેલ ચોક્કસ બાતમી આધારે વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે ડઢાણા ગામે આરોપીઓ (૧) જાલમસિંહ જીવુભા ઝાલા (૨) હિતેન્દ્રસિંહ ભાવુભા ઝાલા બન્ને રહે. ડઢાણા તા.માંડલ જી. અમદાવાદ એ પોતાના કબ્જા ભોગવટાવાળા મકાનના કંપાઉન્ડમાં અંડર ગ્રાઉન્ડ ભોંયરૂ બનાવી તેમાં સંતાડેલ તથા હુન્ડાઇ ક્રેટા ગાડી નંબર. GJ-38-BF- 5213 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ માર્કાની બોટલ/ટીન ૧૧૮૯ કુલ કિ.રૂ. ૧,૫૮,૭૩૮/- તથા હુન્ડાઇ ક્રેટા ગાડી કિ.રૂ. ૮,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૯, ૫૮,૭૩૮/- નો મુદ્દામાલ અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી.એ ઝડપી પાડયો હતો.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
આ કામગીરીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.એન. કરમટીયા, પો.સબ.ઇન્સ આર.બી.રાઠોડ, ASI જયદિપસિંહ વાઘેલા, HC ઇસ્માઇલબેગ મિરઝા, HC રાજુજી ઠાકોર, HC હિમાંશુ પરમાર, HC કપીલદેવસિહ વાઘેલા, HC અનુપસિંહ સોલંકી, PC ચમનભાઇ જાદવ જોડાયેલ હતા.