બનાસકાંઠા પોલીસ દ્વારા અત્યારે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહીં છે. વિગતે વાત કરવામાં આવે તો, વડગામ પોલીસ સ્ટેશનની હદમાંથી ભારત સરકાર દ્વારા રદ કરેલ જૂની ચલણી રૂપિયા 75,04,000 ની નોટો ઝડપી પાડવામાં આવી છે.
નોંધનીય છે કે, બ્રેજા ગાડીમાંથી જીવના જોખમે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુરે આરોપીઓને પકડીને સરાહનીય કામગીરી કરી બતાવી છે. અહીં મહત્વની વાત એ છે કે, ઝડપાયેલા આરોપીઓ બનાસકાંઠાના સાંસદ ગેનીબેનના નજીકના હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આખરે શું કોંગ્રેસ આવા આરોપીઓને છાવરે છે? 2016 માં જે ચલણી નોટોને કેન્દ્ર સરકાર દ્વારા રદ કરી દેવામાં આવી છે, તે ચલણી નોટો આ આરોપીઓ પાસે ક્યાંથી આવી? શું આની પાછળ કોઈ મોટો હાથ હશે કે કેમ? ચાર આરોપીઓમાંથી એક આરોપીનો ગેનીબેન ઠાકોર સાથે હોય તેવો ફોટો પણ સામે આવ્યો છે.
પોલીસ દ્વારા અત્યારે આરોપી અશરફભાઈ દાઉદભાઈ નસીરભાઈ મુમન (અરોડીયા) ( ઉ.વ – 45, રહે.મદમદપુરા તા – દાંતા) અને સાદિકભાઈ ઇદ્રીષભાઈ અબ્રાહીમભાઈ મુમન (માંકણોજીયા) (ઉ.વ – 25, રહે.ખેરોજ તા – દાંતા)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 82,09,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે ચાર આરોપીઓ સામે Bank Notes (Cessation Of liabilies Act 2017) ની કલમ 07 પ્રમાણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતે વાત કરવામાં આવે તો, પોલીસે બે ઈસમના કબજામાંથી ભારત સરકાર દ્વારા ભારતીય ચલણની રદ થયેલ જુની ચલણી નોટો જેમાં 11,610 નંગ જેટલી રૂપિયા 500 ની જૂની નોટ, 1,699 નંગ રૂપિયા 1000 ની જૂની નોટો મળીને કુલ નંગ 13,309 નોટો જેની કિંમત રૂપિયા 75,04,000/ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસે એક મોબાઈલ ફોન, બ્રેઝા કાર મળીને કુલ રૂપિયા 82,09,000/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે રદ થયેલ ચલણી નોટો આપનાર તથા નાસી જનાર સહીત કુલ ચાર ઈસમો સામે Bank Notes (cessation of liabilites act 2017) ની કલમ 07 મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.