સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી એકે હોટલમાંથી વેપારી પડી જતા તેના મોત મામલે આજે પરિવાર સુરત પહોંચ્યો હતો. મૃતક પતિના પત્ની દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, પતિનું રૂપિયા 40 લાખ માટે પુના ખાતેથી અપહરણ કરી સુરત લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને હોટલમાં ગોધી રાખવામાં આવ્યા હતા તેને લઈને તે હોટલની બારીમાંથી કૂદીને આપઘાત કર્યો છે.
ચાર વેપારી વિરુદ્ધ તેની પત્નીએ ફરિયાદ આપતા સુરતના ડીંડોલી પોલીસે આપઘાતની ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
બનાવની વિગતો જોઈએ તો, થોડા દિવસ પહેલા સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી એક હોટલના ચોથા માળેથી એક યુવકે કૂદીને આપઘાત કરી લેવાની ઘટના સામે આવી હતી. આપઘાતની ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર જવા પામી હતી. ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
પ્રથમ દ્રષ્ટિએ જોતા આ ઘટનામાં વેપારીને મળવા આવેલો આ યુવક એવું તો શું થયું કે હોટલના ચોથા માળેથી કૂદી ગયો હતો તે પ્રશ્ન શંકા ઉપજાવતો હતો. ઘટનાને પગલે મૃતક યુવકની પત્નીને બોલાવવામાં આવી હતીઅને એની પત્ની આજે સુરત આવી પહોંચી હતી. યુવકની પત્નીએ આક્ષેપ કર્યા હતા. મહારાષ્ટ્રના પુના ખાતે રહેતો રાકેશ પંચારામ ચૌધરી પદ્માવતી કલેક્શન નામની સાડીની દુકાન ધરાવતો હતો.
થોડા દિવસ પહેલાં સુરતના વેપારીઓ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો તેની પત્નીએ આક્ષેપ કર્યો હતો. કારણકે ઘરેથી અન્ય જગ્યા પર જવા નીકળેલો વેપારી ત્યાં પહોંચવાના હતો અને ત્યારબાદ તેને તેની પત્નીનો સંપર્ક કરીને કીધું હતું કે ચાર જેટલા વેપારીઓ તેમને અપહરણ કરી સુરત લઈ ગયા છે અને રૂપિયા 40 લાખ માંગી રહ્યા છ. માટે રૂપિયાની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું.
જો કે સાડીના વેપારીએ હોટલના બાથરૂમના રૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. મૂળ રાજસ્થાનના 35 વર્ષે આ યુવાનના મોતને લઈ પરિવારના આબ્વયા બાદ પોલીસે તેની પત્નીની ફરિયાદના આધારે સુરતના ટેકટર માર્કેટના ચાર વેપારી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.