ચંદ્રાબાબુ નાયડુના એક ફોન કોલના કારણે વકફ એક્ટમાં સુધારા માટે ખરડો સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાની વિપક્ષોની માગણી મોદી સરકારે સ્વીકારવી પડી !

Spread the love

ભાજપના નેતાઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ફોન કરતાં નીતિશે પણ ચંદ્રાબાબુના વલણને ટેકો આપતાં ભાજપ પાસે વિકલ્પ જ નહોતો રહ્યો

 

નવી દિલ્હી

કેન્દ્ર સરકારનો વકફ એક્ટમાં સુધારો કરવા માટેનો કાયદો બનાવવાની જાહેરાત કરેલી પણ લોકસભામાં આ અંગેનો ખરડો રજૂ કરાયાની મિનિટોમાં જ મોદી સરકાર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના એક ફોન કોલના કારણે ખરડો સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાની વિપક્ષોની માગણી મોદી સરકારે સ્વીકારવી પડી ! અને તાત્કાલિક ખરડો સંયુક્ત સંસદીય સમિતીને સોંપી દેવાયો.મોદી સરકારના 10 વર્ષના શાસનકાળમાં કોઈ ખરડો સંયુક્ત સંસદીય તપાસ સમિતીને સોંપાયો હોય એવું પહેલી વાર બન્યું છે. મોદી સરકાર વકફ એક્ટમાં સુધારો કરીને પોતાની હિન્દુવાદી ઈમેજને ફરી મજબૂત કરવા માગતી હતી પણ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના એક ફોન કોલે ભાજપની બાજી ઉંધી વાળી દીધી હોવાનું કહેવાય છે.કહેવાય છે કે, ચંદ્રાબાબુએ ભાજપને ચીમકી આપી હતી કે, વકફ ભાજપ એક્ટમાં પોતે સુધારો કરવા ધારે છે એવા સુધારા સાથેનો ખરડો લોકસભામાં રજૂ કરશે તો ટીડીપી તેને ટેકો નહીં આપે. તેના બદલે તમામ પક્ષોના સાંસદોની બનેલી સંયુક્ત સંસદીય સમિતી રચાય. આ સમિતી જે સુધારા સૂચવે એ પ્રમાણે નવો ખરડો બનાવીને રજૂ કરાશે તો જ ટેકો આપશે. ભાજપના નેતાઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ફોન કરતાં નીતિશે પણ ચંદ્રાબાબુના વલણને ટેકો આપતાં ભાજપ પાસે વિકલ્પ જ નહોતો રહ્યો.સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બિલને જેપીસીને મોકલવા માટે લોકસભામાં પ્રસ્તાવ મૂક્યો હતો.

જેપીસીમાં લોકસભાના 21 સભ્યોમાં ભાજપના માત્ર 7

લોકસભાના 21 સભ્યોમાં ભાજપના માત્ર 7 જ સાંસદ છે. જેપીસીમાં ભાજપના જગદંબિકા પાલ, નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, અપરાજિતા સારંગી, સંજય જયસ્વાલ, દિલીપ સૈકિયા અને અભિજીત ગંગોપાધ્યાયનો સમાવેશ કરાયો છે. કોંગ્રેસના ગૌરવ ગોગોઈ, ઈમરાન મસૂદ, મોહમ્મદ જાવેદ.

આ સિવાય શ્રીમતી ડી.કે. અરુણા (YSRCP), મૌલાના મોહિબુલ્લાહ (સપા), કલ્યાણ બેનરજી (TMC), એ રાજા (DMK), એલએસ દેવરાયુલુ (TDP), દિનેશ્વર કામાયત (JDU), અરવિંત સાવંત (શિવસેના, ઉદ્ધવ જૂથ), સુરેશ ગોપીનાથ (NCP, શરદ પવાર), નરેશ ગણપત માસ્ક (શિવસેના, શિંદે જૂથ), અરુણ ભારતી (LJP-R) અને અસદુદ્દીન ઓવૈસી (AIMIM) પણ જેપીસીમાં છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com