ભાવના પટેલે આચાર્યા પર આક્ષેપ કર્યો કે પારૂલ મહેતાએ પાંચ લાખ રૂપિયાનો આક્ષેપ કર્યો છે

Spread the love

બનાસકાંઠાના શિક્ષક વિદેશમાં હોવાના મામલે અણધાર્યો વળાંક આવ્યો છે. બનાસકાંઠામાં વિદેશમાં વસતી શિક્ષિકા ભાવના પટેલે વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આચાર્યા પારૂલ બેન સામે આક્ષેપ કર્યો છે.ભાવના પટેલે આચાર્યા પર આક્ષેપ કર્યો હતો કે પારૂલ મહેતાએ પાંચ લાખ રૂપિયાનો આક્ષેપ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાની સ્કૂલોના શિક્ષકો વિદેશમાં વસી ગયા છે, પરંતુ અહીં તેમનો પગાર ચાલુ છે. આવા કેટલાય શિક્ષકો છે અને તેની સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે.

બનાસકાંઠાની દાંતા તાલુકાની પ્રાથમિક શાળાનો મામલો છે. આ શાળાના શિક્ષિકા ભાવનાબહેન પટેલ પર આક્ષેપ છે. ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ મોટો ખુલાસો કર્યો છે. શિક્ષિકા ભાવનાબેન પટેલ અમેરિકાના શિકાગો રહે છે. વર્ષમાં એક મહિનો અહીં આવે છે અને છતાં તેઓની શિક્ષિકા તરીકે નોકરી ચાલુ છે. તેમણે માંગ કરી હતી કે શિક્ષિકાએ હાજર થવું જોઈએ અથવા તો જગ્યા ખાલી કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે આ શાળાનાં શિક્ષિકા ભાવનાબહેન પટેલ હાલમાં અમેરિકા રહેતાં હોવાની વાત સામે આવી છે અને તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી ‘ગેરકાયદેસર રીતે શાળામાં ગેરહાજર’ છે. ખુદ શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ જ આ બાબતનો મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે.

શિક્ષિકા અમેરિકામાં રહેતાં હોવાની વાત બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા ચાલી રહી છે. વિવાદ વધતાં જિલ્લા શિક્ષણાધિકારીએ પણ આ મામલે ખુલાસો કર્યો છે. કઈ રીતે આ મામલો પ્રકાશમાં આવ્યો અને શિક્ષિકા ખરેખર કેટલા સમયથી શાળામાં ગેરહાજર હતાં? શું તેમને પગાર પણ મળતો હતો?

હવે મંતવ્ય ન્યૂઝે આચાર્યા પારૂલબેનની વાત સાંભળ્યા પછી વિદેશ ગયેલા શિક્ષિકા ભાવનાબહેન સાથે સીધી વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું 28 વર્ષથી આ શાળામાં કામ કરું છું. પારૂલબેન મારા પર ખોટા આક્ષેપ કરે છે. તેઓ આચાર્યા પણ નથી. તેમણે જણાવ્યું હતું કે મેં કોઈ ગેરકાયદેસર રજા લીધી નથી. હું કાયદેસર રીતે વિદેશ ગઈ છું, હું જેટલા દિવસ આવી છું એટલા દિવસનો જ પગાર લીધો છે. હું ભારત આવીશ ત્યારે મારી શાળામાં હાજર થઈશ.

આ શાળા માટે મેં બહુ ભોગ આપ્યો છે. આ શાળામાં 20 છોકરા હતા અને મેં છોકરાઓની સંખ્યા 500 કરી છે. અમારા અધિકારીઓને આ જાણ છે, છતાં પારુલબહેન આ બધું કરી રહ્યા છે. મેં મારા અધિકારી સાથે વાત કરી છે. મને ખોટી રીતે બદનામ કરવામાં આવી છે. મેં ટીપીઓ મકવાણા સાહેબને આ અંગે રજૂઆત કરી છે. બધા કેસની જાણ મકવાણા સાહેબને છે. ટીપીઓએ જણાવ્યું હતું કે ભાવનાબહેને રાજીનામુ મૂકવાની વાત કરી હતી. ભાવનાબહેને જણાવ્યું હતું કે હું પારુલબહેન પર માનહાનિનો કેસ કરીશ. હું ભારત આવીને કાયદેસર કાર્યવાહી કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com