“તિરંગા હી મેરા ધર્મ હૈ” અને એજ દરેક કોંગ્રેસજનની વિચારધારા : રાહુલ ગાંધી
અમદાવાદ
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે પટાંગણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું હતું. સ્વાતંત્ર દિવસ નિમિત્તે ઉદબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની સર્વે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું છું. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં પં. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મૌલાના અબુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યાં છીએ. આ દિવસ આપણા બહાદુર નેતાઓ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને ચિહ્નિત કરે છે, જેમણે દેશવાસીઓ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. દેશના ઘડવૈયાઓ, પૂર્વજોએ માત્ર રાજકીય આઝાદીની કામના નહોતી કરી તેમણે સામાજીક અને આર્થિક આઝાદીની પણ સંકલ્પના કરી હતી. પરંતુ જ્યારે ગુજરાતમાં આર્થિક સંકળામણને કારણે કોઈ વ્યક્તિ કે પરિવાર આત્મહત્યા કરે ત્યારે આપણે કહી શકીએ કે હજુ આર્થિક આઝાદી મેળવવાની બાકી છે. એકતરફ કરોડો અબજો રૂપિયાની ધનસંપત્તિના લોકો હોય તે આપણા માટે ગૌરવ પૂર્ણ બાબત છે પરંતુ શ્રીમંતો અને ગરીબો વચ્ચેનો ભેદ ઓછો ન થાય તે દર્શાવે છે કે, હજુ આપણને આર્થિક આઝાદી નથી મળી. તેવી જ રીતે સમાજ સમાજ વચ્ચે સમન્વય, સમરસતા, પ્રેમ, ભાઈચારો હોય તે જરૂરી છે.
વિશ્વની ખુબ લાંબી ચાલેલી લડત બાદ આપણને આઝાદી મળી, તે વખતે સ્વાતંત્ર સેનાનીઓએ લાંબો સંઘર્ષ કર્યો અને વિરગતી ને પામ્યા તે તમામના ચરણોમાં હ્યદય પુર્વક નમન કરૂ છુ આપણા દેશમા લાંબાસય સુધી આપણે ગુલામી ભોગવી સૌથી વધારે અસરકારક દાંડી યાત્રા થઈ એ પણ ગુજરાતમાંથી થઈ, આઝાદીની લડાઈ લડવામા કોંગ્રેસની પક્ષની વિચાર ધારા મજબુત હતી. કેટલાક લોકો તે વખતે પણ અંગ્રેજોની માફી માંગી અને તેમની તરફ થઈ જતા હતા. મહાત્મા ગાંધી અ સરદાર સાહેબની જન્મભુમી પણ ગુજરાતની તેથી આપણને વધુ ગૌરવ થાય, આજે સત્તામા બેઠેલાએ તે વખતે તિરંગાનો વિરોધ કર્યો હતો, દોરંગા-એકરંગાની વાત કરી હતી. અત્યારે કહે છે ને “મે અકેલા સબ પર ભારી” ની ખોટી વાત છે જનતા જર્નાદન તમામ પર ભારે છે તે જનતાએ અનેક વાર સાબીત કર્યુ છે. કટોકટીની વાત કરવા વાળાને આજે મારે કહેવુ છે, દેશમા કોઈ અદાલત હોય તો જનતા અદાલત છે અને કટોકટી બાદ પણ લોકોએ ઈન્દિરાજીને વડાપ્રધાન બનાવ્યા હતા. જે તે સમયએ તિરંગાનો વિરોધ કરનારા આજે મોડા મોડા તિરંગા યાત્રા કાઢે છે, આ તિરંગો દેખાડો કરવા ન હોવો જોઈએ પણ તેની આન બાન શાન સાથે તેનુ ગૌરવ જળવાવુ જોઈએ, હમણા મેસેજ વાઈરલ થયો છે, બુટ ચંપલ નિકાળે ત્યા તિરંગો પડ્યો હોય છે, કાઢો આ લોકોને અને તિરંગાનુ સન્માન કરો, આપણે ક્યારેય આતંકવાદ કે વિદેશનીતીના નામે રાજનિતી નથી કરી, ધર્મ સંસ્થા કે હરેન પંડ્યાની હત્યા થઈ હોય તે સમયએ પણ આપણે ક્યારેય વોટ માટે રાજનિતી નથી કરી. ગઈ કાલે યુપીના સીએમ બોલ્યા કે બાંગ્લાદેશમા જે થઈ રહ્યુ છે તે ને લઈ મો ખોલવુ જોઈએ, લાગે છે કે કહી પે નિગાહે કહી પે નિંશાનાની વાત છે, અંધ ભક્તો કહે છે પપ્પાએ રશિયા અને યુક્રેનનું યુદ્ધ રોકાઈ દીધું, તો મારી વિનંતી છે બાંગલા દેશ જાઓ અને સરખું કરો.આ સ્વતંત્રતા માટે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓનું ઋણી છીએ, જેમના કારણે ભાવિ પેઢીઓ ભારતની મુક્ત હવામાં શ્વાસ લઈ શકે છે. આ દિવસ આપણને તે તમામ બલિદાનની યાદ અપાવે છે, જેમણે આપણી માતૃભૂમિને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરવા માટે પોતાના જીવનનું બલિદાન અને સંઘર્ષ કર્યો હતો.
રાહુલ ગાંધી હંમેશા કહે છે કે, “તિરંગા હી મેરા ધર્મ હૈ” અને એજ દરેક કોંગ્રેસજનની વિચારધારા છે. રાષ્ટ્રપ્રેમ અને તિરંગા પ્રત્યે આદરભાવ એ દરેક કોંગ્રેસીના લોહીમાં વહે છે. આજે જ્યારે દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો જ્યારે તક સાધી રહ્યાં છે ત્યારે દરેક કોંગ્રેસીજન ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, દલિત, આદિવાસી, ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ માટેના હક્ક અને અધિકારોની રક્ષા કાજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબધ્ધ છે. દેશ હવે આપણી તરફ જુએ છે કે આપણે આપણી ભૂમિકા કેવી રીતે નિભાવીએ છીએ.રાજીવ ગાંધી ભવન ખાતેના પટાંગણમાં ધ્વજવંદન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી શ્રી સિધ્ધાર્થ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી મધુસુદન મિસ્ત્રી, શ્રી બાલુભાઈ પટેલ, ડૉ. અમીબેન યાજ્ઞિક, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતાશ્રી શહેઝાદખાન પઠાણ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી સોનલબેન પટેલ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ-આગેવાનો, સ્થાનિકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સેવાદળના કાર્યકારી અધ્યક્ષ પ્રગતિબેન આહિર અને સેવાદળના સૈનિકોએ ધ્વજવંદનના કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.