સોનાનું મંગળસૂત્ર આપવાનું કહીને પરત બોલાવી પતિએ લુટેરી દુલ્હનને પકડાવી દીધી…

Spread the love

અમદાવાદ શહેરમાં ફરી એકવાર લુટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. 36 વર્ષીય યુવકને લગ્ન માટે યુવતી સાથે આરોપીઓએ સંપર્ક કરાવ્યો હતો. યુવતીએ લગ્ન પહેલા જ પોતાની માતાની સારવાર માટે અઢી લાખ રૂપિયા મેળવ્યા અને બાદમાં લગ્નના થોડા દિવસમાં જ રફુચક્કર થઈ ગઈ હતી. આ મામલે ચતુરાઈ વાપરીને યુવતીને સોનાનું મંગળસૂત્ર આપવાનું કહીને પરત બોલાવી અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે લુટેરી દુલ્હન અને તેની સાથે ગુનામાં સામેલ બે આરોપીઓને પકડી પાડ્યા છે.

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતા અને પેટ્રોલ પંપ પર નોકરી કરતા આશિષભાઈ વાઘેલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદીને ઉંમર વધુ થઈ હોય લગ્ન ન થતા હતા. તેવામાં બે મહિના પહેલા ફરિયાદીના કૌટુંબિક મામાના દીકરા અરવિંદ નાઈએ ફોન કરીને એક છોકરી અંગે વાત કરી હતી. 20 જૂન 2024 ના રોજ ફરિયાદી માતા-પિતા સાથે રાધનપુર ખાતે મામાના ઘરે ગયા ત્યારે અરવિંદ નાઈ અને તેની પત્ની માલતિ નાઈએ રમેશ પટેલ સાથે મુલાકાત થઈ હતી. જેની સાથે દેવી માસી નામની મહિલા હતી જેણે ઉષા પંડિત નામની મહારાષ્ટ્રની યુવતી બતાવી હતી. જે સમયે યુવતીના માસીનો દીકરો હેમંત પંડિત પણ હાજર હતો. ફરિયાદીને યુવતી ગમતા લગ્નની વાત કરતા રમેશ પટેલે યુવતીની માતાને કેન્સર હોય લગ્ન કરવા હોય તો ત્રણ લાખ રૂપિયા આપવા પડશે તેવી વાત કરી હતી. જેમાં અંતે અઢી લાખ રૂપિયા આપવાનું ફરિયાદીએ નક્કી કર્યું હતું.

24 જૂન 2020 ના રોજ આરોપીઓએ શાહપુર વોર્ડ ખાતે આવેલી લગ્ન નોંધણીની ઓફિસે રજીસ્ટર મેરેજ કરાવ્યા હતા. લગ્ન કર્યા બાદ તરત જ ફરિયાદીએ રમેશ પટેલને અઢી લાખ રૂપિયા આપ્યા હતા. લગ્નના છ દિવસ બાદ યુવતીએ માતા બીમાર હોય કેન્સરની દવા ચાલુ હોય તેને મળવા જવાનું કહીને મહારાષ્ટ્ર ફરાર થઈ ગઈ હતી. જે બાદ ફરિયાદીએ પત્નીને અવારનવાર ફોન કર્યા હતા, પરંતુ તે પરત આવી ન હતી. પત્નીને પરત આવવા માટે પણ 5000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જેમાં તપાસ કરતાં દિપાલી જાદવ નામ આવતું હોય ફરિયાદીને શંકા થઈ હતી. જેથી તેણે લુટેરી દુલ્હનને પકડવા માટે પ્લાન બનાવ્યો અને તેની માટે સોનાનું મંગળસૂત્ર બનાવ્યું છે તેવું કહીને ફોટા મોકલ્યા હતા. મંગળસૂત્રની લાલચમાં આવીને ઉષા પંડિત અમદાવાદ આવી હતી.

પત્ની ઘરે આવતા ફરિયાદીએ તેને દિપાલી જાદવ કોણ છે તે બાબતે પૂછતા તેણે પોતે લગ્ન સમયે આપેલું આધારકાર્ડ ખોટું છે તેવું જણાવ્યું હતું અને તેનું અસલી નામ દિપાલી જાદવ હોવાનું જણાવી ખોટું આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ બનાવવી ખોટા ડોક્યુમેન્ટ ના આધારે લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. જેથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે દિપાલી જાદવ અને લગ્ન કરાવવામાં મદદ કરનાર અરવિંદ નાઈ અને માલતી નાઈની ધરપકડ કરી છે. ફરિયાદી પાસેથી મેળવેલા રૂપિયા માંથી દિપાલી જાદવને ચાલીસ હજાર રૂપિયા મળ્યા હતા, જ્યારે અન્ય બે આરોપીઓને 10,000 રૂપિયા મળ્યા હતા. અન્ય રકમ મુખ્ય આરોપી રમેશ પટેલ અને અન્ય બે આરોપીઓએ મેળવી હોવાનું સામે આવ્યું છે.

પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું કે લુટેરી દુલ્હન દિપાલી જાદવે એક વર્ષ પહેલા સુરતમાં વિરલ સોની નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. જોકે તેનું એવું જણાવવું છે કે તેણે પતિ સાથે છૂટાછેડા લીધા હતા તેવામાં આ આરોપીઓએ તે વ્યક્તિ પાસેથી પણ પૈસા પડાવ્યા છે કે કેમ તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં ઇસનપુર પોલીસે યુવતી અને અન્ય આરોપીઓ સામે છેતરપિંડી તેમજ બોગસ દસ્તાવેજ બનાવવા બાબતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com