“ઇ” ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.દેસાઇ તથા કાલુપુર ઇનગેટ, કાલુપુર સર્કલ, સારંગપુર, પાનકોરનાકા, જમાલપુર બીટના બીટ ઇન્ચાર્જશ્રીઓ તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડ જવાનોની સરાહનીય કામગીરી
અમદાવાદ
અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન નું હાલમાં કામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વિકટતી જઈ રહી છે ત્યારે એન.એન ચૌધરી સંયુક્ત પોલીસ કમિશ્નર ટ્રાફિક અમદાવાદ શહેર તથા બળદેવસિંહ વાઘેલા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પશ્ચિમ તેમજ એસ.જે.મોદી સાહેબ મદદનિશ પોલીસ કમિશ્નર ટ્રાફિક “બ” વિભાગની સુચના મુજબ રાખવામાં આવેલ ટ્રાફિક ડ્રાઇવ આયોજન અનુસંધાને તા.૧૭/૦૮/૨૦૨૪ ના રોજ “ઇ” ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.દેસાઇ તથા કાલુપુર ઇનગેટ, કાલુપુર સર્કલ, સારંગપુર, પાનકોરનાકા, જમાલપુર બીટના બીટ ઇન્ચાર્જશ્રીઓ તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડ જવાનોને સાથે રાખી અડચણરૂપ પાર્ક કરતા ઓટોરીક્ષા ચાલકો વિરુધ્ધ તેમજ વધુ પેસેન્જર ભરી ઓટોરીક્ષા ચલાવતા ઓટોરીક્ષા ચાલકો જેમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાલુપુર રેલ્વે સ્ટેશનનુ હાલમાં રી-ડેવલોપમેન્ટનું કામ ચાલુ હોય અને કાલુપુર રેલ્વે સ્ટેશન ઇનગેટ તેમજ એ.એમ.ટી.એસ ના બસ સ્ટેન્ડ પાસે આડેધડ રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અડચણરૂપ ઉભુ થાય તે રીતે ઓટોરીક્ષાઓ પાર્ક કરતા હોય તેમજ ઓટોરીક્ષાઓમાં વધુ પેસેન્જરો ભરી જતા હોય જેથી એમ.વી.એકટ કલમ ૧૨૨,૧૭૭ તથા ૨૦૭ મુજબ તેઓના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કુલ-૬૬ ઓટોરીક્ષાઓ ડીટેઇન કરવામાં આવી હતી.