લાંબા સમયથી રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ આજે થશે, કાલે થશે તેની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ પુત્રની તબિયતનું કારણ આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મોવડી મંડળને સીએમ પદની જવાબદારીમાંથી મુક્ત કરવા રજૂઆત કરી ચૂક્યા છે. જો કે વડાપ્રધાને સમજાવ્યા બાદ તેમણે પોતાની ફરજ નિભાવવાની ચાલુ જ રાખી છે.
તો ગત સપ્તાહમાં સીએમઓના તમામ સ્ટાફને સીએમ ઓફિસ બોલાવવામાં આવ્યા હતા, જે બાદ આખો દિવસ મીટિંગ ચાલી અને વિવિધ ફાઈલો પર જરૂરી ચર્ચા કરી નિર્ણય લેવાયા. જે બાદ ફરી એકવાર ગમે તે ઘડીએ મંત્રી મંડળ બદલાય તેવી ચર્ચા હતી. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે, 21, 22 અને 23મી ઓગષ્ટે વિધાનસભાનુ ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળવાનુ છે. ત્યાર બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થશે. જેથી આવા સમયે સરકારમા ફેરફારો કરવાથી ભાજપને રાજકીય નુકસાન થઈ શકે છે. જેથી જે કંઈ ફેરફાર થવાના હશે એ ફેરફારો ડિસેમ્બર મહીનામાં જ ફેરફાર થશે.
મહારાષ્ટ્રની ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકર લઈને છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના છથી સાત આઈએએસ અધિકારીઓ ઉપર શંકા કરાઈ રહી છે. પૂજાએ પોતાનના માતા પિતાના અનેક વખત નામ,સરનામાં બદલી નાખ્યા હતા. તેમજ પૂજાએ પોતે દિવ્યાંગ હોવાનું ખોટું સર્ટીફિકેટ રજૂ કર્યુ હતુ. યુપીએસસીએ તપાસ કર્યા બાદ ટ્રેઈની આઈએસ પૂજાને હટાવી દેવાનો નિર્ણય કર્યો હતો. પૂજાને પગલે સમગ્ર દેશમાં જે કોઈએ દિવ્યાંગતા સર્ટીફિકટે આપીને યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈએએસ અધિકારી બન્યા છે તેની સામે શંકાની સોય તાકવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ પાંચથી સાત અધિકારીઓ છે તેમની સામે પણ હવે શંકાની સોય તકાઈ છે. એક એવી વાત પણ ઉડી હતી કે, ગુજરાત સરકાર દ્રારા, સીએમઓ દ્રારા આવુ દિવ્યાંગતાનું સર્ટી મેળવીને નોકરી કરનારા અધિકારીઓ સામે તપાસના આદેશ અપાયા છે. પણ આ વાત સાચી નથી. સીએમઓએ આવી કોઈ જ તપાસ શરુ કરી નથી કે આગામી સમયમાં કોઈ તપાસ થવાની નથી એવુ જીએડીના ટોચના સૂત્રો જણાવે છે.
ગુજરાતમાં હાલમાં કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે. જેની સામે ભાજપ તિરંગા યાત્રા કાઢી રહી છે. જેને લઈને સોશિયલ મીડિયામાં નાગરીકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે, બન્ને મુખ્ય પક્ષો જૂદી જૂદી યાત્રા કાઢે તેમાં અમને કોઈ જ વાંધો નથી. પરંતુ આવી યાત્રાથી અમને શું ફાયદો થશે એ વાત બેમાંથી એકપણ પક્ષ અમને કહેતો નથી. લોકો કહે છે કે, સમાજમાં બેરોજગારી,મોંઘવારી, ભ્રષ્ટાચાર, કુપોષણ, તુટેલો રોડ-રસ્તા, ટ્રાફિકની સમસ્યાઓ જેવા અનેક પ્રશ્નો છે તેના પર કોઈ જ ચર્ચા કરાતી નથી કે તેના માટે કોઈ પક્ષ કોઈ યાત્રા કાઢતો નથી. આ પ્રશ્નો લોકો માટે ખુબ જ મોટા છે. આમ છત્તા રાજકીય પાર્ટીઓને તેમાં રોઈ રસ ન હોય એવુ લાગી રહ્યુ છે. ચૂંટણી પહેલા આ બન્ને રાજકીય પક્ષોએ અનેક જાતના વચનો આપ્યા હતા. હવે તેઓ બધુ ભુલી ગયા છે. એજ્યુકેશનનુ સ્તર પણ કથળતું જાય છે. લોકોને સરકારી હોસ્પિટલોમાં સારી સારવાર મળતી નથી.પાર્કિંગની સમસ્યાઓ છે. લોકોની નાની મોટી આ પ્રકારની મુશ્કેલીઓ હોવા છત્તા રાજકીય પક્ષો તેને દૂર કરવા માટે જરાય પ્રયાસો કરતી નથી. લોકો સોશિયલ મીડિયા પર એવા મેસેજ મોકલી રહ્યા છે કે, હવે આપણે રાહ જોઈએ કે, આ રાજકીય પક્ષો આપણા પાયાના પ્રશ્નો અને જરૂરીયાતોને દૂર કરવા માટે શું કરવુ જોઈએ તેના માટે ક્યારે યાત્રા કાઢે છે.
તાજેતરમાં જ થયેલી બદલીઓમાં એડિશનલ ચીફ સેક્રેટીરી એમ. કે. દાસને હોમ ડિપાર્ટમેન્ટમાં મુકાયા છે. તેઓને જ્યારે મહેસૂલમાં મુકાયા ત્યારે તેઓએ કલેક્ટરોના અવારનવાર ક્લાસ લઈ લીધા હતા. તેમજ કલેક્ટર કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને બંધ કરાવવાની તાકીદ કરી હતી. જો કે, તેના ભોગે લોકોના કામો મોડા નહી કરવાનો કે કામો જ નહી કરવાની વૃત્તિને રોકવાનો આદેશ પણ કર્યો હતો. આયુષ ઓકના જમીનના કૌભાંડ બાદ તેઓએ તમામ કલેક્ટરોને કડક શબ્દોમાં આદેશ આપી તેનો અમલ કરાવતા કલેક્ટર ઓફિસોમાં આંટાફેરા કરતા દલાલો ગુમ થઈ ગયા હતા. તેમજ ફાઈલોનો ફટોફટ નિકાલ થઈ ગયો હતો. હવે એમ કે દાસ હોમ ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે. અત્રે નોંધનીય છે કે, પોલીસ ડિપાર્ટમેન્ટની છાપ ખુબ જ ખરાબ છે. નાના મોટા કામોમાં પોલીસની તોડબાજી નવી વાત નથી. સામાન્ય લોકો પણ પોલીસ સ્ટેશને જતા ડરી રહ્યા છે. ચાર્જ લીધા બાદ એમ કે દાસે ટોચના આઈપીએસ અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં સ્પષ્ટ સૂચના આપી હતી કે, પોલીસના ભ્રષ્ટાચારને કારણે સમાજમાં સરકારની આબરુ ધૂળધાણી થઈ રહી છે. આમ એમ કે દાસે હવે મહેસુલ ખાતા બાદ હોમ ડીપાર્ટમેન્ટમાં પણ ભ્રષ્ટાચાર બંધ કરવવા માટે કડક હાથે કાર્યવાહીનો આદેશ આપી દીધો છે.
ગુજરાત સરકારમાં ફરજ બજાવી રહેલા એક IAS અધિકારી કોંગ્રેસના નેતાઓના કામો કરે છે, પણ ભાજપના આગેવાનો કે નેતાઓના કોઈ જ કામો નથી કરતા. છેલ્લા બે ત્રણ મહFના દરમિયાન ભાજપના અગ્રણીઓ દ્રારા ભાજપના કેટલાક મોટા નેતાઓને આ પ્રકારની ફરિયાદ કરી છે. સામાન્ય રીતે IAS અધિકારીઓ સત્તાધારી પક્ષના નેતાઓના નાના મોટા કામો ખુબ જ ઝડપથી કરી દેતા હોય છે. પણ એક સિનિયર અધિકારીઓ આ બધાથી ઉંધા છે. એટલે કે, તેઓ ભાજપના કોઈ નેતાને ગાંઠતા નથી. જો તેઓને કોઈપણ જેન્યુઈન કામો કરવાની રજૂઆત કરવામાં આવે તો તેઓ ના નથી પાડતા પણ યોગ્ય કરવાની બાંહેધરી આપીને તેને લટકાવી રાખે છે. અનેક વખત રજૂઆતો કર્યા છત્તા તેઓ કામ નહી કરવા માટે વિવિધ બહાના કાઢે છે. જ્યારે જો કોઈ કોંગ્રેસના નેતા કે કાર્યકર પણ સામાન્ય કામો માટે રજૂઆતો કરે તો તેના કામો કરી આપે છે. આ અધિકારી આવુ શા માટે કરી રહ્યા છે તે કોઈને સમજાતુ નથી.