શિક્ષકો બાદ હવે RTO કચેરીમાં પણ અધીકારીઓ દ્વારા ગેરહાજર રહેવા છતા પગાર લેવાનો આક્ષેપ થયો છે.. RTOના એક મહિલા અધિકારી ફરજ પર હાજર રહ્યા વગર પગાર લેતા હોવાનો આક્ષેપ થયો છે. આ મહિલા અધિકારીએ ફરજ પર આવ્યા વિના જ 15.6 લાખ જેટલો પગાર લીધો હોવાનો આક્ષેપ નિવૃત મોટર વાહન નિરિક્ષક જી.એમ. પટેલે કર્યો છે.
મોટર વાહન નિરિક્ષક રુત્વિજા દાણીએ નોકરી પર આવ્યા વિનાજ પગાર લીધો હોવાનું તેમણે જણાવ્યું છે.. તેમણે કહ્યું કે તેમણે રજા મુકી ન હતી અને ફરજ પર હાજર રહ્યા વિનાજ 1 ઓગસ્ટ 2019 થી 31 માર્ચ 2021 સુધીનો પગાર લીધો. આ રીતે તેમણે 20 મહિનાથી ઘરે રહીને 15 લાખથી વધુ પગાર લીધો હોવાનો જી.એમ.પટેલે આક્ષેપ કર્યો છે.
ઋત્વિજા દાણી ગાંધીનગરમાં રોડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. તેમની સામે જરૂરી પુરાવા સાથે રજુઆત કરવામાં આવી હોવા છતા હજુ સુધી કોઇ પગલા લેવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ પણ નિવૃત મોટર વાહન નિરિક્ષક જી.એમ.પટેલે કર્યો છે. તેમણે કહ્યું કે આ મામલે ગાંધીનગર સુધી લેખિતમાં રજુઆત કરી છે. પરંતુ ઋત્વિજા દાણી સામે કોઇ પગલા લેવાયા નહીં.