સુમુલમાં રૂપિયા એક હજાર કરોડના કથિત કૌભાંડની ફરિયાદ બાદ તપાસનો આદેશ અપાયો છે. સુરતની સુમુલ ડેરીના વહીવટીમાં કરોડોના કૌભાંડની ગંધની ઉઠતાં ફરિયાદ કરવામાં આવી હતી,સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા સુરતની સુમુલ ડેરીમાં રૂા. ૧હજાર કરોડનું કૌભાંડ થયા હોવાની ફરિયાદનો આક્ષેપ કરતો વિસ્તારથી પત્ર મુખ્ય પ્રધાનથી લઈ વડાપ્રધાન સુધીને લખાયો હતો.
જે બાદ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે તપાસના આદેશ આપ્યા છે.ધી સુરત-તાપી ડિસ્ટ્રીકટ કો- ઓપેરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિ.સહકારી સંસ્થાને દૂષિત, કલુસિત કે નુકશાન કરનાર વ્યક્તિઓ તેમજ સંસ્થામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અન્વયે થયેલ ફરિયાદો ઉપર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા બાબતે નિષ્પક્ષ કમિટીની રચના કરી તપાસ કરવા ગત ૧૩મી જૂને મુખ્યપ્રધાનને સહકારી આગેવાન દર્શન નાયકે પત્ર લખ્યો હતો,તેઓ દ્વારા કૃષિ મંત્રાલયથી લઈ સહકાર મંત્રાલયમા રજુઆત કરાય હતી, પત્ર અને ફરિયાદની રજૂઆત બાદ કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને તપાસ કરવાનો આદેશ કરાયો હતો.
અત્રે નોંધનીય છે કે , સુરતની સૌથી જૂની અને સુરત-તાપી જિલ્લામાં ૧૦૨૦ જેટલી મંડળીઓ ધરાવતી અઢી લાખથી વધુ સભાસદો ધરાવતી ડેરીના વહીવટી મુદે વર્ષ ૨૦૨૧માં વિવાદમાં આવી હતી, એટલુ જ નહીં તત્કાલીન પ્રમુખ રાજુ પાઠક પર રૂા. ૧૦૦૦ કરોડના કૌભાંડના કથિત આક્ષેપ કરવામાં આવ્યા હતા..આ ફરિયાદ છેક વડાપ્રધાન સુધી કરાયા બાદ તેમાં હવે તપાસના આદેશ અપાયા છે.
ફરિયાદ અંગે દર્શન નાયક કહે છે કે કોંગ્રેસે જે તે સમયે વહીવટ અંગે રહસ્યમય રીતે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું કહ્યું હતું. અમે ચોક્કસ કહીશું કે ગરીબ અને આદિવાસી પશુપાલકોને શોષિત કરનારને સજા મળવી જોઈએ અને અસરગ્રસ્તને ન્યાય મળવો જોઈએ.હવે જોવાનું એ રહ્યું કે તપાસ બાદ જો ભ્રષ્ટાચાર સાબિત થાય તો કાયૅવાહી થાય છે કે કેમ જોવું રહ્યું .