પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ કર્યો હતો. મન કી બાતનો આ 113મો એપિસોડ હતો.23 ઓગસ્ટે દેશવાસીઓએ મનાવ્યો પ્રથમ National Space Day’મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું, ‘આજે અમે ફરી એક વખત દેશની સિદ્ધિ, દેશના લોકોના સામુહિક પ્રયાસોની વાત કરીશું. 21મી સદીના ભારતમાં આટલું બધુ થઇ રહ્યું છે જે દેશના પાયાને મજબૂત કરી રહ્યું છે.’
PM મોદીએ કહ્યું, ’23 ઓગસ્ટે જ આપણે બધા દેશવાસીઓએ પ્રથમ National Space Day મનાવ્યો. ગત વર્ષે આ દિવસે ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ભાગમાં શિવ શક્તિ પોઇન્ટ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. ભારત આ ગૌરવપૂર્ણ સિદ્ધિને મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો.’
PM મોદીએ કહ્યું, ‘આ વર્ષે મે લાલ કિલ્લાથી પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા એક લાખ યુવાઓને પોલિટિકલ સિસ્ટમ સાથે જોડાવાનું આહવાન કર્યું છે. મારી આ વાત પર જોરદાર પ્રતિક્રિયા મળી છે. જેનાથી ખબર પડે છે કે કેટલી મોટી સંખ્યામાં આપણા યુવા રાજકારણમાં આવવા તૈયાર બેઠા છે, માત્ર યોગ્ય તક અને માર્ગદર્શનની જરૂર છે.’
વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘સૂચન મોકલવા માટે દરેકનો આભાર માનું છું. મને આશા છે કે હવે આપણા સામુહિક પ્રયાસથી આવા યુવા જેમની કોઇ રાજકીય પૃષ્ઠભૂમિ નથી, તે પણ રાજકારણમાં આગળ આવી શકશે, તેમનો અનુભવ અને તેમનો જોશ દેશના કામે આવશે.’
મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘હર ઘર તિરંગા અને પુરા દેશ તિરંગા- આ વખતે આ અભિયાન ઉંચાઇ પર રહ્યું. દેશના ખુણે ખુણામાં આ અભિયાન સાથે જોડાયેલી અદભુત તસવીરો સામે આવી છે. આપણે ઘરો પર તિરંગો લહેરાવતા જોયો, સ્કૂલ, કોલેજ અને યૂનિવર્સિટીમાં તિરંગા જોયો. લોકોએ પોતાની દુકાનો, ઓફિસમાં તિરંગો લગાવ્યો. લોકોએ પોતાના ડેસ્કટોપ, મોબાઇલ અને ગાડીમાં પણ તિરંગો લગાવ્યો. જ્યારે લોકો એક સાથે જોડાઇને પોતાની ભાવના પ્રકટ કરે છે તો દરેક અભિયાનને ચાર ચાંદ લાગી જાય છે.’