જાહેરમાં પાન-મસાલા ખાઈ થૂંકી ગંદકી કરનાર 71 જેટલાં ઇસમો ઝડપાયા,રૂપીયા 7200 પેનલ્ટી વસુલ કરી

Spread the love

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ

અમદાવાદ શહેરને ભારતભરનાં શહેરોમાં પ્રથમ હેરીટેજ સિટી તરીકેનો દરજજો આપવામાં આવેલ છે અને સ્વચ્છ સર્વેક્ષણમાં પણ શહેર ઉત્તરોઉત્તર પ્રગતિ કરી રહેલ હોય ત્યારે શહેરની સ્વચ્છતા અને સુંદરતા ટકાવી રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં દ્વારા અથાગ | પ્રય પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. ૧ અંતર્ગત ટ્રાફીક જંકશનો અને બી.આર.ટી.એસ. કોરીડોરની ગ્રીલ્સ તેમજ ડીવાઇડરોને શહેર સ્વચ્છ અને સુંદર દેખાય તે કરોડો રૂપીયાનાં ખર્ચે સેંકડો મજુરો – સાધન-સામગ્રી રોકીને સાફ કરાવવામાં આવે છે પરંતુ ટુંકા ગાળામાં જ આ કોરીડોર પર નાગરીકો દ્વારા પાન-મસાલા ખાઈ થૂંકી ફરીથી ગંદી કરી દેવામાં આવે છે. જેને અટકાવવા માટે આ રીતે જાહેરમાં પાન-મસાલા ખાઈને થૂંકીને ગંદકી કરતાં ઇસમો સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દંડનીય કાર્યવાહી કરવાની ઝુંબેશની 2 જી ફેબ્રુઆરી 2024 નાં રોજથી શરૂઆત કરવામાં આવેલ છે.

જેની 26 ઓગષ્ટ 2024 નાં રોજની આજે બસો સાતમાં દિવસની ઝુંબેશની કાર્યવાહીનાં ભાગરૂપે 7 ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરીકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકીંગ હાથ ધરી પેનલ્ટી વસૂલ કરવામાં આવેલ છે. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે,

(1) પૂર્વ ઝોનમાં સારંગપુર રોડ,ગોમતીપુર, મેટ્રો રોડ, અમરાઇવાડી, ctm road,ભાઇપુરા, સોની ની ચાલી,વિરાટનગર, ઇન્દોર હાઈ વે રોડ, ઓઢવ, આદિનાથ રૉડ, વસ્ત્રાલ, આરટીઓ રોડ, રામોલ, ખોડિયાર મંદિર સર્કલ, નિકોલ

(2) પશ્વિમ ઝોનમાં પ્રગતિ નગર રોડ

(3) ઉત્તર ઝોનમાં શ્યામશીખર બ્રિજ નીચે, ઠકકરનગર એપ્રોચ

(4) દક્ષિણ ઝોનમાં મીરા ચાર રસ્તા રોડ, ખોડીયાર નગર, રબારી કોલોની, મહાલક્ષ્મી તળાવ રોડ, જશોદા બ્રિજ નીચે

(5) મધ્ય ઝોનમાં ખોડીયાર પાન સેન્ટર BRTS પાસે, કાલુપુર ખાડીયા, દધીચિ સર્કલ શાહપુર, સફલ ૬ પાસે ગુરુદ્વારા, કલંદરી મસ્જિદપાસે, ગાંધીબ્રજિ, યમનપુરા સર્કલ, જુગલદાસની ચાલી, ઘી કાંટ, રીલીફા રોડ, મેધાણી નગર શાકા માર્કેટ

(6) ઉત્તર-પશ્ચિમ ઝોનમાં વસંતનગર ટાઉનશીપ, ઓગણજ, ચીકુ વાડી, ગૌરવપંથ રોડ, ઝાયડસ રોડ.

(7) દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં મકતમપુરા-સોનલ સિનેમા રોડ, જુહાપુરા, વેજલપુર-બળિયાદેવ મંદિર, સરખેજ-ભારતી આશ્રમ જેવી જગ્યાઓ પર આજ રોજ 26 ઓગષ્ટ 2024 નાં વહેલી સવારથી 48 વોર્ડમાં કાર્યરત સ્વચ્છતા સ્કવોડએ ઝુંબેશ હાથ ધરી જાહેરમાં પાન-મસાલાં ખાઈ થૂંકતા ઝડપાયેલા કુલ 71 ઇસમો પાસેથી રૂપીયા 7200/-નો દંડ વસૂલ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેકટ અન્વયે શહેરમાં ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરતા નાગરીકોને જેમ ઈ-મેમો મોકલી દંડ-વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવે છે તે જ પ્રમાણે ૧૩૦ થી વધારે ટ્રાફીક સિગ્નલો, જાહેર સ્થળો પર લગાવવામાં આવેલ ૬૦૦૦ થી વધારે સી.સી.ટી.વી. કેમેરાનાં આધારે વાહનો ચલાવતા પાન-મસાલા ખાઇ જાહેરમાં થુંકનાર નાગરીકોની વીડીયો કલીપ ઈમેજ પરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓનાં રહેઠાણનાં સરનામે ઈ-મેમો પણ મોકલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com