સાઉથ કોરિયાની સરકાર અહીં મેચમેકિંગ પ્રોગ્રામનું સંચાલન કરી રહી છે. જેનો ઉદ્દેશ્ય અહીં રહેતા સિંગલ પુરુષ અને મહિલાઓને લગ્ન અને પરિવાર બનાવવા માટે મોટિવેટ કરવાનો છે. કેમ કે અહીં જન્મદર ખૂબ જ ઓછો થઈ ગયો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે સાઉથ કોરિયાના બીજા સૌથી મોટા શહેર સાહા ડિસ્ટ્રિક્ટની સરકારે બજેટ બનાવ્યું છે. આ પ્રોગ્રામ ઓક્ટોબરમાં યોજાનાર છે.
આ પ્રોગ્રામના માધ્યમથી ડેટ કરવા માટે સહમત થનાર દરેક એક કપલ, પુરુષ અને મહિલા બંનેને $360 આપવામાં આવશે. જ્યારે જે કપલ લગ્નબંધનમાં બંધાવાનો નિર્ણય કરે છે તેને શુભેચ્છા ઉપહાર તરીકે અલગથી 20 મિલિયન વોન આપવામાં આવશે.
આ પ્રોગ્રામનો ભાગ બનવા માટે 24 થી 43 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ. તે સિવાય આ પ્રોગ્રામનો ફાયદો સાહામાં રહેતા અને કામ કરતા લોકો જ લઈ શકે છે. આ માટે સૌથી પહેલા એક અરજી જમા કરાવવી પડશે. ત્યારબાદ સ્ક્રીનિંગ અને ઇન્ટરવ્યૂ પછી કપલ્સનું સિલેક્શન થશે.