૨૯ ઓગસ્ટ- નેશનલ સ્પોર્ટસ ડે :ગીર સોમનાથનું સરખડી ગામ ‘વોલીબોલ વીલેજ’,વરજંગ વાળા ‘એકલપંડે હાલી નીકળ્યા’ અને સરખડીના ૩૦૦ ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષાએ વોલીબોલ રમતા કર્યા 

Spread the love

ઘાઘરો, શર્ટ, બંગડી, છડા અને સ્લીપર પહેરેલી ટીમ મેઘરજ મુકામે વોલીબોલ રમવા પહોંચી અને અમદાવાદ સામે હારી – આયોજકોએ કોચને સંભળાવ્યું કે, ‘હું હાલી નીકળ્યા છો..?

અને શરુ થઈ પરંપરાગત વસ્ત્રોના બદલે દીકરીઓને ટીશર્ટ-લોઅર-સ્પોર્ટસ શૂઝ પહેરાવી હોકી રમતી કરવાની અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાની યાત્રા’

અમદાવાદ

વર્ષ ૧૯૯૦માં ઘાઘરો શર્ટ, બંગડી, છડા અને સ્લીપર પહેરેલી ટીમ મેઘરજ મુકામે વોલીબોલ રમવા પહોંચી અને અમદાવાદ સામે પ્રથમ રાઉન્ડ ૧૫-૦, ૧૫-૩ થી હારી ત્યારે રમતના આયોજકોએ ટીમ લઈને જનાર કોચ શ્રી વરજંગ વાળાને સંભળાવ્યું કે, ‘હું હાલી નીકળ્યા છો..?’બસ આ અપમાનજનક શબ્દો કાને પડતા જ શ્રી વરજંગ વાળા સાચા અર્થમાં હોકીની રમત માટે ‘સરખડી’ ગામને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા હાલી નીકળ્યા.. અને આજે સરખડી એક એવું ગામ છે જ્યાંથી ૩૦૦ જેટલા ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ વોલીબોલની રમત રમી ચૂક્યા છે… સાથે જ, ૪ બહેનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું કૌવત બતાવી ચૂકી છે. જે પૈકી ૨ બહેનો કિંજલ વાળા અને ચેતના વાળા ભારતીય ટીમના કેપ્ટન પદે પણ રહી ચૂકી છે.સરખડી અને વરજંગ વાળાની સફર અત્યંત રોચક છે. ભૌગોલિક દ્રષ્ટીએ સરખડી ગામ સરનામું બદલતું રહ્યું છે, બદલાતા સરનામાની સાથે સાથે વોલીબોલ પ્રત્યેનો ગામનો અભિગમ પણ બદલાતો રહ્યોં છે. શરૂઆતમાં એટલે કે વર્ષ ૧૯૯૦ના સમયગાળામાં સરખડી અમરેલી જિલ્લામાં હતું. લગભગ ૧૯૯૭-૯૮માં તે જૂનાગઢમાં ગયું અને હાલ ગીર સોમનાથ જિલ્લામાં છે. અંદાજે ૫ હજારની વસતિ ધરાવતા આ ગામમાં મહત્તમ વસતિ કારડીયા રાજપૂત અને કોળી સમાજની છે. તે પછીના ક્રમે અનુ.જાતિ, થોડા બ્રાહ્મણ, અને થોડા મૂસ્લિમ સમાજના લોકો સંપીને રહે છે. વોલીબોલની રમત માટે ગામના લોકોમાં અજીબોગરીબ સંપ છે.

વરજંગભાઈ વાળા વર્ષ ૧૯૮૮માં સ્થાનિક શાળામાં પી.ટી શિક્ષક તરીકે જોડાયા. શ્રી વરજંગભાઈ કહે છે કે, ‘ એ વખતે ગામમાં લાજપ્રથા બહુ ચુસ્તપણે અમલમાં હતી, અને એટલે દીકરીઓને પણ સંકોચ બહુ થતો. ગામમાં નળીયાવાળા ઘરમાં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને ખેતમજૂરી હતો. દીકરીઓને ઘર સફાઈ- ખેતીકામ-નિંદામણ-પાણી ભરવા જવું પડતું. બહુ મથામણ પછી, મહિલા વોલીબોલ ટીમ તૈયાર કરી અને વર્ષ ૧૯૯૦માં તે સમયે સાબરકાંઠા જિલ્લાના મેઘરજમાં શાળાકીય સ્પર્ધામાં રાજ્યકક્ષાએ રમવા ઉતારી… દીકરીઓ ઘાઘરો, શર્ટ, બંગડી, છડા અને સ્લીપર એમ પરંપરાગત વસ્ત્રોમાં જ રમવા ગઈ હતી, ટીમ આયોજકોએ દીકરીઓને સ્લીપર કાઢીને રમવાની ફરજ પાડી..અને અધુરામાં પૂરું અમદાવાદની ટીમ સામે ૧૫-૦, ૧૫-૩ થી હારી ગઈ, ત્યારે રમતના આયોજકોએ મને સંભળાવ્યું કે, ‘હું હાલી નીકળ્યા છો..? આ શબ્દો મને હાડોહાડ લાગી ગયા…અને ત્યાંથી જ શરુ થઈ દીકરીઓને પરંપરાગત વસ્ત્રોના બદલે ટીશર્ટ-લોઅર-શૂઝ પહેરાવી હોકી રમતી કરવાની અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાની યાત્રા’, એમ તેઓ ઉમેરે છે.શાળામાં આવતી દીકરીઓને વોલીબોલ રમાડવાનો પ્રયાસ શરુ કર્યો પરંતુ દીકરીઓ રમે એ તેમના વાલીઓને પસંદ નહતું. અમે પહેલા મારા પરિવારની દીકરીઓને આમાં જોડી, પછી ધીમે ધીમે ગામની અન્ય દીકરીઓ પણ જોડાઈ… દીકરીઓને શાળા સમય દરમ્યાન વોલીબોલ રમાડવાનું શરુ કર્યું, શાળા છૂટ્યા પછી તો એ શક્ય જ નહતું… વોલીબોલની રમત શું છે ? અને તેનાથી શું ફાયદો થાય ? તે સમજાવતા સમજાવતા નાકે દમ આવી ગયો.

‘મારુ ઘર શાળાથી માત્ર ૨૦૦ મીટર જ દૂર હતું. દીકરીઓ કસમયે રમવા આવે તે તો શક્ય જ નહતું, એટલે સવારે ૫.૩૦ થી ૭.૩૦ અને સાંજે ૬.૩૦ થી ૮.૩૦નો સમય ભાઈઓ માટે રાખ્યો અને અજવાળે અજવાળે દીકરીઓ રમી શકે તે માટે સવારે ૭.૩૦ થી ૯.૦૦ અને સાંજે ૪.૩૦ થી ૬.૩૦ નો સમય દીકરીઓને પ્રેકટિસ કરાવતો… રમતના માધ્યમથી ગામની અને કંઈક અંશે દીકરીઓની સંકુચિતતા દૂર થઈ. શરૂઆતમાં ગામની માત્ર ૩-૪ છોકરીઓ ટીમમાં સામેલ થઈ શકતી અને ધીમેધીમે આ સંખ્યા ૭-૮ સુધી પહોચી. આજે સરખડીમાં જ કુલ ૧૦૦ રમતવીરો પૈકી ૩૦-૪૦ છોકરાઓ અને ૬૦ જેટલી દીકરીઓ તાલીમ લે છે. વર્ષ ૨૦૦૬માં નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતને વોલીબોલમાં પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો એમાં ટીમમાં ૧૨ સભ્યો સરખડી અને ચરાડા ગામની જ હતી… તાલીમ અને ધ્યાન વધતા ગયા.. પ્રતિ વર્ષ મેડલ મળતા ગયા અને વધતા પણ ગયા…વર્ષ ૨૦૧૫-૧૬માં ચંડીગઢમાં ૪૧મી જૂનિયર નેશનલ ચેમ્પિયનશીપ યોજાઈ, તેમાં ૧૨ પૈકી રમનાર છ એ છ દીકરીઓ સરખડીની જ હતી.. ફાઈનલમાં પહોંચ્યા… સામે કેરાલાની ટીમ હતી… ઓડીયન્સમાંથી સતત સૂત્ર સ્વરૂપે અવાજ ઉઠતા..’એક તરફ ગાંવ, એક તરફ દેશ..’ આ સાંભળી મારી છાતી ગદગદ ફૂલતી હતી, અમે જીત્યા પણ ખરા… એ વખતે મેચના એનાઉન્સરે એક વાક્ય ઉચ્ચાર્યું કે, “ ગુજરાતની ટીમ છેક અહીં સુધીપહોંચી છે તેમાં ગુજરાત સરકારની સ્પોર્ટ્સ પોલીસીની મહત્વની ભૂમિકા છે…” આ મારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતી, એમ શ્રી વરજંગભાઈ ઉમેરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરખડી પ્રાથમિક શાળામાં ઈન સ્કૂલ યોજના ચાલે છે, અને રમત પ્રતિભા સંવર્ધન કેન્દ્રમાં હાલ અનેક દીકરીઓ વિશેષ તાલીમ લઈ રહી છે. જો કે શ્રી વરજંગભાઈવાળા વર્ષ ૨૦૨૨માં નિવૃત્ત થઈ ગયા છે પરંતુ વોલીબોલ રમતી દીકરીઓને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.

સો સો સલામ છે આવા વોલીબોલ વીરને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com