દેશને વિકસિત બનાવવા માટે દેશની જે ઇન્ડસ્ટ્રીઝ છે એમનો ગ્રોથ ખૂબ જ મહત્વનો : સીઆઈઆઈ સેન્ટ્રલ ગુજરાત ઝોનના ચેરમેન વારાંગ ત્રિવેદી
અમદાવાદ
સીઆઈઆઈ સેન્ટ્રલ ગુજરાત ઝોન દ્વારા ગવર્મેન્ટ એડમિનિસ્ટ્રેટીવ બોડીસ સાથે એઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર સેમિનાર યોજાય હતો.
સીઆઈઆઈ સેન્ટ્રલ ગુજરાત ઝોનના ચેરમેન વારાંગ ત્રિવેદી એ જણાવ્યું હતું કે દેશ ને વિકસિત બનાવવા માટે દેશ ની જે ઇન્ડસ્ટ્રીઝ છે એમનો ગ્રોથ ખૂબ જ મહત્વનો છે.જો દેશ ની ઇન્ડસ્ટ્રીઝ જેટલી વધુ ગ્રો અને ડેવલપ થશે એટલી દેશ ની આર્થિક સ્થિતિ માં વધુ સુધાર આવશે. અને દેશ ની ઇન્ડસ્ટ્રીઝ ના ઉજ્જળ ભવિષ્ય માટે સરકાર પણ ઇન્ડસ્ટ્રીઝ ને મદદરૂપ પોલિસી અને વિકાસ ની રૂપરેખા તૈયાર કરી સહાય કરી રહી છે.આ પ્રોગ્રામ માં ઇન્ડસ્ટ્રીઝ ને રોજબરોજના બિઝનેસ માં મદદરૂપ થતા એવા આઠ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
ડી. આઈ. સી ડિપાર્ટમેન્ટ માંથી જોઇન્ટ કમિશનર, શ્રી શક્તિસિંહ ઠાકોર* ઉપસ્થિત રહ્યાં હતા જેમને ઈન્ડસ્ટ્રીઝ ને મદદરૂપ એવી ગવર્મેન્ટ પોલીસી, સબસિડી અને સ્કીમ ની માહિતી આપી હતી.ઈપીએફઓ ડિપાર્ટમેન્ટ માંથી આસિસ્ટન્ટ પી એફ કમિશનર – શ્રી પ્રણય ઝા ઉપસ્થિત રહ્યાં હતા જેમને ઈન્ડસ્ટ્રીઝના પીએફ અને પેન્શન ને લાગતા પ્રશ્નો નો ઉકેલ આપ્યો હતો.જી એસ ટી વડોદરા -૨ માંથી જોઇન્ટ કમિશનર, શ્રી નિખિલ કુમાર સિંઘ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અજય શાહ ઉપસ્થિત રહ્યાં હતા જેમને ઈન્ડસ્ટ્રીઝ ને મદદરૂપ થાય એવી મહત્વની માહિતી આપી હતી તથા ઇન્ડસ્ટ્રીઝ મેમ્બરના કોઈ પણ પ્રોબ્લેમ ના સમાધાન માટે અને ઇન્ડસ્ટ્રીઝ ને મદદરૂપ થવા એ હાજર રહેશે અને જી એસ ટી ને લગતી કોઈ પણ વિગત માટે ઇન્ડસ્ટ્રીઝ એમને મળી શકશે એવું પણ જણાવ્યું હતું.ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ માંથી રિજિયોનલ ઓફિસર – શ્રી જીતેન્દ્રસિંહ મહીડા* ઉપસ્થિત રહ્યા હતા. જેમને પોલ્યુશન ના રૂલ્સ અને રેગ્યુલેસન પર માહિતી આપી ઇન્ડસ્ટ્રીઝ ના એના સંદર્ભ માં પ્રશ્નો ના ઉત્તર આપ્યા હતા.
ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સફેટી અને હેલ્થ ડિપાર્ટમેન્ટ માંથી જોઇન્ટ ડાયરેક્ટર શ્રી એસ સી બામણીયા* ઉપસ્થિત રહ્યા હતા જેમને સેફ્ટી અને હેલ્થ વિશે માહિતી પૂરી પાડી હતી.
આ ઉપરાંત સી જી ટી એમ એસ ઈ માંથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી એમ એસ આર કે મૂર્તિ,એસ આઈ સી વેંચર કેપિટલ ફંડ્સ માંથી સી ઈ ઓ – શ્રી સરવાના કુમાર અને ચીફ ઝોનલ જનરલ મેનેજર શ્રી પી કે ઝા,જેમ પોર્ટલ ડિપાર્ટમેન્ટ માંથી સ્ટેટ નોડલ ઓફિસર શ્રી પિયુષ કુમાર,સી આઈ આઈ સેન્ટ્રલ ગુજરાત ઝોન તરફથી ચેરમેન – વારાંગ ત્રિવેદી, વાઈસ ચેરમેન – ઋત્વિક પટેલ તથા ભૂતપૂર્વ ચેરમેન – સુનીલ દવે, ભાવિક ખેરા અને નિશિથ દાંડ ઉપસ્થિત રહ્યા હતા.