અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ
પ્રજાની પીડા સાંભળી તેને નિષ્પક્ષ અને ન્યાયિક રીતે યોગ્ય ન્યાય મળે જેથી પ્રજાને નામ.કોર્ટનો સહારો લેવાની જરૂર ના પડે તેવી વ્યવસ્થા તાકીદે ગોઠવવા કોંગ્રેસની માંગણી
જો સાચા અર્થમાં ખરો વિકાસ થયો હોય તો પ્રજાને શા માટે કોર્ટનો સહારો લેવો પડે ?
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદના નગરજનોને અ. મ્યુ. કોર્પો. દ્વારા પ્રાથમિક જરૂરિયાત પુરી પાડવામાં આવે છે તેના બદલામાં તેઓ પાસેથી પ્રોપર્ટી ટેકસ વસુલ કરવામાં આવે છે. જેથી નગરજનોને પ્રાથમિક સુવિધા સુચારૂ રૂપે પુરી પાડવી તે તંત્ર તથા સત્તાધીશોની ફરજ બની જાય છે. પરંતુ શહેજાદ ખાને આક્ષેપક કરતા જણાવ્યું હતું કે વિકાસના નામે વિવિધ કામોમાં બારોબાર સત્તાધારી પક્ષ દ્વારા પોતાની મનમાની કરી શકે ગેરવહીવટ દ્વારા પોતાના મળતીયા અને કોન્ટ્રાકટરોને ફાયદો કરાવી શકે અને મનમુકીને ભષ્ટ્રાચાર કરવાનો તેમને ખુલ્લો ઇજારો મળી જાય જેથી પ્રજા ત્રાહીમામ પોકારી જાય તેવી પરિસ્થિતીનું સર્જન સત્તાધારી ભાજપ દ્વારા કરવામાં આવેલ છે ! અમદાવાદ શહેરના નગરજનો તમામ પ્રકારના મ્યુ. કરવેરા ભરે છે આમ છતાં એક પણ વિસ્તારમાં મ્યુ.કોર્પો.ની પ્રાથમિક સુવિધાઓ સારી રીતે પુરી પાડવામાં આવતી નથી
સને -૨૦૧૦ થી સને ૨૦૨૪ સુધીમાં નગરજનો દ્વારા વિવિધ મુદ્દા ઉપર નામ હાઇકોર્ટમાં કુલ ૨૧૫ જાહેર હીતની અરજી કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે પ્રાથમિક સુવિધાઓ બાબતે ૧૧૫ અને એસ્ટેટ એન્ડ ટી.ડી.ઓ. ડીર્પા.ની ૬૪ પી.આઈ.એલ. કરવામાં આવેલ છે જે બિસ્માર રોડ-રસ્તા, પાર્કિંગ પોલીસી, રસ્તા પરના દબાણો, રોગચાળો, રખડતાં ઢોરો, પીવાનું પુરતું શુધ્ધ પાણી નહી મળવા, મનસ્વી રીતે ટી.પી. સ્કીમો મુકવા, ગેરકાયદેસર બાંધકામો થવા, ફાયર સેફટી, પ્રજાના જાનમાલની અસલામતી, વરસાદી પાણીનો ત્વરીત નિકાલ, જેવી મહત્વની પ્રજાહીતની વિવિધ બાબતે જાહેરહીતની અરજીઓ કરવામાં આવી છે આટલી મોટી સંખ્યામાં મ્યુ.કોર્પો વિરુધ્ધ પી.આઈ.એલ. થવી જે ભાજપના નિષ્ફળ વહીવટનો સક્ષમ પુરાવો છે. જે મ્યુ.કોર્પો. તથા ભાજપના સત્તાધીશો માટે શરમજનક બાબત છે.મ્યુ.કોર્પોનું તંત્ર તથા સત્તાધીશો દ્વારા મનસ્વી અને મનમાની રીતે વહીવટ કરાતાં પ્રજાને અન્યાય થયાની લાગણી વર્તાય ત્યારે સક્ષમ સત્તાઓ સમક્ષ નગરજનો તથા વિવિધ પ્રતિનિધિમંડળો દ્વારા વારંવાર લેખિત રજુઆતો કરવામાં આવતી હોવા છતાં તંત્ર તથા સત્તાધીશો દ્વારા યોગ્ય અને ન્યાયિક પ્રતિભાવ નહી મળતાં નાછુટકે નામ.હાઇકોર્ટ સમક્ષ જાહેર હીતની અરજી કરી દાદ માંગવાની ફરજ પડે છે જે બાબતે તંત્ર તથા ભાજપના સત્તાધીશો જ જવાબદાર છે જો સાચા અર્થમાં ખરો વિકાસ થયો હોય તો પ્રજાને શા માટે કોર્ટનો સહારો લેવો પડે ? તે બાબત તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા ભાજપના સત્તાધિશો માટે વિચારણા માંગી લે તેવી બાબત છે. સત્તાધારી ભા.જ.પા. દ્વારા “સૌનો સાથ સૌનો વિકાસ” નામે સત્તા મેળવી છે ત્યારે માત્ર મારો વિકાસ અને સૈાનો વિનાશ કરવાની માનસિકતા કેળવી જેથી તંત્રના અધિકારીઓ તથા સત્તાધીશો દ્વારા પ્રજાની પીડા સાંભળી તેને નિષ્પક્ષ અને ન્યાયિક રીતે યોગ્ય ન્યાય મળે જેથી પ્રજાને નામ.કોર્ટનો સહારો લેવાની જરૂર ના પડે તેવી વ્યવસ્થા તાકીદે ગોઠવવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.