પોરબંદરના રાણાવાવ કુતિયાણા મતવિસ્તારના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તેમના મતવિસ્તારના લોકોની વહારે આવ્યા છે અને રાશન કીટનું વિતરણ કરાવીને ખરા અર્થમાં મદદ‚પ બની રહ્યા છે ત્યારે તેમની આ સેવા પ્રવૃત્તિને બિરદાવવામાં આવી છે .રાણાવાવ કુતિયાણા મતવિસ્તારના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા હંમેશા તેમના વિસ્તારના લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે સક્રિય રહે છે.
હાલમાં વધુ પડતા વરસાદ અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે હજારો પરિવારો એવા છે કે જેમને બે ટંક પૂરતું ભોજન પણ મળતું નથી તેવી માહિતી ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા સુધી પહોંચતા જ તેમને પોતાના ટીમના સભ્યો દ્વારા સેવા કાર્ય શ‚ કરી દીધું છે જેમાં રાશનકીટ પહોંચાડવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કુતિયાણા ખાતે અતિભારે વરસાદ ના કારણે રોજેરોજનુ કરીને ખાતા લોકો ની આ કપરી પરિસ્થિતિમા મદદ‚પ થવા માટે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ કુતિયાણા કાર્યલય ખાતે રાશનકીટ વિતરણ કર્યુ હતું અને આ પ્રવૃત્તિને લોકોએ બિરદાવી હતી.ત્યારબાદ રવિવારે રાણાવાવ ખાતે એ જ પ્રકારે રાશન કીટ વિતરણની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવી હતી . અને રાણાવાવ વિસ્તારમાં પણ જ‚રિયાતમંદ લોકોને હાથોહાથ અનાજ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ એવું જણાવ્યું હતું કે તેમના મતવિસ્તારમાં ઘેડ પંથક સૌથી વધુ પૂરતી અસરગ્રસ્ત છે આથી ત્યાં પણ છેવાડાના ગામડાઓમાં જ્યાં ક્યાંયથી પણ અનાજની જ‚રિયાત હોય તેવી માહિતી મળે છે ત્યાં તેમની ટીમ દ્વારા અનાજ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેઓએ જણાવ્યું છે કે આવી કપરી પરિસ્થિતિમાં ટકે ટંકનું કમાઈને ખાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે સ્વાભાવિક રીતે જ મારી ફરજ બને છે કે તેઓને મદદ‚પ બનવું જોઈએ અને તેથી જ હું આ પ્રવૃત્તિ હાથ ધરી રહ્યો છું. જ્યારે જ્યારે જ‚રિયાત હોય ત્યારે યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા અને તેમના પરિવાર દ્વારા અનાજકિટ વિતરણ સહિતની સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે જેને લોકોએ બિરદાવી છે.