ગુજરાતમાં હવે થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ યોજાવાની છે. તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં 27 ટકા ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યની 75 નગરપાલિકાઓ તથા 2 જિલ્લા પંચાયતો બેઠકોની વહેંચણીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી ઓક્ટોબર માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નોટિફિકેશન જાહેર થઈ શકે છે. આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે. ઓક્ટોબરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નોટિફિકેશન જાહેર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જેમાં નવેમ્બર-ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે. ઉપરાંત ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણી પણ યોજાનાર છે.