હવે એક આઈ ડ્રોપ નાખતા જ 15 મિનિટમાં તમારી આંખની રોશની અસ્થાયી રીતે બરાબર થઈ જશે

Spread the love

શું તમે પણ તમારી નબળી આઈ સાઈટના કારણે ટીવી જોવામાં કે ન્યૂઝપેપર વાંચતી વખતી ચશ્મા વગર મુશ્કેલી પડે છે? તો આ સમાચાર તમારા માટે છે. હવે એક આઈ ડ્રોપ નાખતા જ 15 મિનિટમાં તમારી આંખની રોશની અસ્થાયી રીતે બરાબર થઈ જશે. બે વર્ષથી વધુ સમય સુધી વિચાર વિમર્શ કર્યા બાદ દવા નિયામક એટલે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)એ વાંચવાના ચશ્માની જરૂરિયાતને ખતમ કરવા માટે ભારતના પહેલા આઈ ડ્રોપની મંજૂરી આપી દીધી છે.

મુંબઈમાં સ્થિત એન્ટોડ ફાર્માસ્યુટિકલ્સે મંગળવારે પિલોકાર્પાઈનનો ઉપયોગ કરીને બનાવેલી ‘પ્રેસ્વુ’ આઈ ડ્રોપને લોન્ચ કર્યા. આંખની કીકીઓના આકારને ઓછો કરીને ‘પ્રેસબાયોપિયા’નો ઈલાજ કરે છે. આ રીતે કોઈ પણ ચીજને નજીકથી જોવામાં મદદ મળે છે. પ્રેસબાયોપિયાની સ્થિતિ ઉંમર સાથે જોડાયેલી છે અને પાસેની ચીજોને જોવામાં મદદ મળે છે. પ્રેસબાયોપિયાની સ્થિતિ ઉંમર સાથે જોડાયેલી છે અને પાસેની ચીજો પર ધ્યાન કેન્દ્રિત કરીવાની આંખોની ક્ષમતામાં કમી પર કામ કરે છે.

એક ઈન્ટરવ્યુમાં એન્ટોડ ફાર્માસ્યુટિકલ્સના સીઈઓ નિખિલ કે મસુરકરે કહ્યું કે દવાનું એક ટીપું ફક્ત 15 મિનિટમાં કામ કરવાનું શરૂ કરી દે છે અને તેની અસર આગામી 6 કલાક સુધી રહે છે. જો પહેલા ટીપાના ત્રણથી છ કલાકની અંદર બીજું ટીપુ પણ નાખવામાં આવે તો અસર વધુ લાંબા સમય સુધી રહેશે. એવું કહેવાયું છે કે અત્યાર સુધી ધૂંધળી, પાસેની નજરને વધારવા માટે ચશ્મા, કોન્ટેક્ટ લેન્સ કે પછી કેટલાક શલ્ય ચિકિત્સા હસ્તક્ષેપોને બાદ કરતા કોઈ દવા આધારિત સોલ્યુશન નહતું.

એન્ટોડ ફાર્માસ્યુટિકલ્સ આઈ એનટી અને ત્વચાવિજ્ઞાન દવાઓમાં વિશેષતા ધરાવે છે અને 60થી વધુ દેશોમાં નિકાસ કરે છે. ઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી પ્રિસ્ક્રિપ્શન આધારિત ડ્રોપ્સ 350 રૂપિયાની કિમત પર ફાર્મસીઓમાં ઉપલબ્ધ થશે. આ દવા 40થી 55 વર્ષની આયુના લોકો માટે હલવાથી મધ્યમ પ્રેસબાયોપિયાના ઉપચાર માટે સંકેતિત છે. મસુરકરનો દાવો છે કે આ દવા ભારતમાં પોતાની રીતે પહેલી એવી દવા છે કે જેનું પરીક્ષણ ભારતીય આંખો પર કરાયું છે અને ભારતીય વસ્તીના આનુવંશિક આધાર મુજબ અનુકૂળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com