પોલો ફોરેસ્ટમાં એન્ટ્રી પર પ્રતિબંધ મુકાયો,..હોંશે હોંશે જશો તો દરવાજે જ જોવા મળશે જલારામનું તાળું

Spread the love

સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે એક એવું શાનદાર સ્થળ, જ્યાં જવા માટે ગુજરાતીઓ હંમેશા ઉતાવળા બનતા હોય છે. અમદાવાદ, ગાંધીનગર કે મહેસાણા જ નહીં છેક રાજકોટ અને વડોદરાથી પબ્લિક અહીં લાંબી થઈને રજાની મજા માણવા આવતી હોય છે. જોકે, હવે તમે આ સ્થળે જવાનું વિચારી રહ્યાં હોતો હાલ થોભી જજો…નહીં તો ધરમનો ધક્કો પડશે અને ત્યાં જઈને તમારા અરમાનો પર ફરી વળશે પાણી…કારણકે, ત્યાં હાલ પ્રવેશ પર મુકાયો છે પ્રતિબંધ….તમે હોંશે હોંશે જશો તો દરવાજે જ જોવા મળશે જલારામનું તાળું…

ચોમાસામાં આ સ્થળે ફરવા જવાની વાત જ કંઈક અલગ હોય છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. અમે વાત કરી રહ્યાં છીએ સાબરકાંઠા જિલ્લામાં આવેલાં પોળોના જંગલોની…જેને તમે પોલો ફોરેસ્ટ તરીકે પણ ઓળખો છો. જીહાં પોલો ફોરેસ્ટમાં એન્ટ્રી પર હાલ મુકાઈ ગયો છે પ્રતિબંધ. બાકી તો ગુજરાતીઓને આ સ્થળ એટલું ફેવરિટ છેકે, જનરલી વાર-તહેવાર કે શનિ-રવિની રજાઓમાં પબ્લિક અહીં બહુ પેધી પડી હતી.

જોકે, હાલ વિજયનગરના પોળો પ્રવાસન સ્થળે પ્રવેશ બંધી મુકવામાં આવી છે. પ્રવાસીઓને પોળો ફોરેસ્ટ વિસ્તારામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો.

આ મામલે સાબરકાંઠાના જિલ્લા કલેક્ટરે પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. વણજ ડેમમાં પાણીની આવક હોવાથી છોડાઈ રહ્યું છે પાણી. હરણાવ નદી બે કાંઠે વહેતી હોવાથી દુર્ઘટના ન સર્જાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 18 સપ્ટેમ્બર સુધી પોળો ફોરેસ્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કોઈ પ્રવાસી પ્રતિબંધિત વિસ્તારમાં જશે તો તેને દંડ થઈ શકે છે. આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ અને કમર્ચારીઓને લાગુ પડશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com