એન.ઓ.સીનાં કામો અટકાવી દેવાની ધમકી આપી લાંચ માંગતા બે ઝડપાયાં

Spread the love

ફરીયાદી રેલ્વેનાં ઇલેક્ટ્રિક કોન્ટ્રાકટર અને રેલ્વે તરફથી આપવામાં આવતી એન.ઓ.સી મેળવી આપવાની કનસલ્ટનસીનું કામ કરે છે. તેઓઓ લીમડી રેલ્વેની હદ નજીકની જમીનમાં બાંધકામ કરવા માટે એન.ઓ.સી મેળવવા તા.20-5-22 નાં રોજ અરજી કરી હતી, આશરે ચાર મહિના અગાઉ તે એન.ઓ.સી ભાવનગર ડી.આર.એમ ઓફીસે આવી ગયેલ હોવાનું જાણવા મળતા ફરીયાદી એન.ઓ.સી લેવા માટે ગયા હતા, એન.ઓ.સી ઇશ્યું કરવાનું કામ કરતા બંન્ને આરોપીઓએ તેમની પાસે રૂ.15,000 લાંચની માંગણી કરી હતી અને ધક્કા ખવડાવતા હતા.

પરંતુ ફરીયાદી પાસે પૈસાની વ્યવસ્થા ન હોવાથી આગામી 15 દિવસમાં પૈસા આપી દેવાનું જણાવીને એન.ઓ.સી મેળવી હતી .

આરોપી કાળુભાઇ ઘીરૂભાઇ દુબલ, નોકરી: ઓ.એસ (વર્ગ-3), નિર્માણ શાખા, ડી.આર.એમ કચેરી,પશ્ચિમ રેલ્વે, ભાવનગર ફરીયાદી પાસે અવાર-નવાર લાંચનાં નાણાંની માંગણી કરતા હતા. આરોપી પરશાંત પંડ્યાં, ક્લાર્ક, વર્ગ – 3, નિર્માણ શાખા, ડી.આર.એમ કચેરી,પશ્ચિમ રેલ્વે, ભાવનગરને એડવાન્સમાં તેમના ભાગનાં પૈસા દેવા માટે ફરિયાદીને જણાવ્યું હતું.

ફરીયાદી લાંચનાં નાણાં ન આપે તો ફરીયાદીનાં અન્ય એન.ઓ.સીનાં કામો અટકાવી દેવાની ધમકી આપતા હતા. ફરીયાદી લાંચનાં નાણાં આપવા સંમત થયા હતા, જેમાં આજ રોજ રૂપિયા આપી દેવાનો વાયદો કર્યો હતો. પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી, આજ રોજ લાંચનાં છટકાનું આયોજન કરાતા આરોપી કાળુ ઘીરૂભાઇ દુબલ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણાં સ્વીકારતા ત્રીકોણીયા, રેલ્વે કોમ્યુનિટી હોલની સામે, ડી.આર.એમ ઓફીસની બાજુમાં, રેલ્વે કોલોની, ભાવનગરમાં રંગેહાથ પકડાઇ ગયા હતા.

ટ્રેપીંગ ઓફીસરઃ એસ.એન.બારોટ
પો.ઇન્સ. એ.સી.બી, ફિલ્ડ 3 ( ઇન્ટે.)
અમદાવાદ

સુપરવિઝન ઓફીસરઃ એ. વી. પટેલ
મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ 3 ( ઇન્ટે.),
અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com