ગુજરાતમાં વરસાદ બાદ સાફ-સફાઈથી લઈને અનેક પ્રશ્નો મોં ફાડીને ઊભા છે, ત્યારે સૌ સાથે મળીને એક સ્વચ્છતાનું અભિયાન ઊભું કરીએ, તો શહેર માં ગંદકી રહે ખરી? ભારતના વડાપ્રધાન થી લઈને મેયર સુધી સ્વચ્છતા અભિયાન સાકાર કરવા અનેક પ્રયત્ન કરી રહ્યા છે, આ બધું કોના માટે?? પ્રજામાં જાગૃતતા આવે તેના માટે સરાહનીય પ્રયાસ કહેવાય, બાકી કામ કરવા વાળા ને તથા ગમે તેવો મોટો હોદ્દો હોય પણ સેવાથી કોઈ ઉત્તમ નથી, ત્યારે પબ્લિકમાં જાગૃતિ લાવવા ગાંધીનગરને સ્વચ્છતા અભિયાન સાથે સ્વચ્છ શહેર બનાવવા આ મહિલા મથી રહી છે, લગે રહો મુન્નાભાઈ ની જેમ લગે રહો મીરા બેન…