પડોશી દેશમાં શાહબાઝ સરકારે આજે અચાનક ઈમરજન્સીની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા છે. આ ઈમરજન્સી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસે લગાવી છે. ઉલ્લેખનીય છે કે, આ એક પ્રકારથી શિક્ષણ કટોકટી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે દેશમાં શાળાઓથી વંચિત 2.60 કરોડ બાળકોને શિક્ષિત કરવાના ઈરાદે શિક્ષણ કટોકટીની જાહેરાત કરી છે. પીએમ શાહબાઝ શરીફે આ પગલાંની જાહેરાત કરી છે અને ખાનગી ક્ષેત્ર તેમજ નાગરિક સંગઠનો પાસે સરકારની મદદ કરવાનો આગ્રહ કર્યો છે.
આની અગાઉ પાકિસ્તાનમાં મે મહિનામાં શાહબાઝ શરીફે શિક્ષણ ઈમરજન્સી લાગુ કરવાની જાહેરાત કરી હતી અને શાળાએ ન જતા આશરે 2.60 કરોડ બાળકોને શાળામાં દાખલ કરવાનો સંકલ્પ લીધો હતો. યુનોની એકમએ જાહેર કર્યું હતું કે વિકાસશીલ દેશોમાં ચારમાંથી ત્રણ બાળકો 10 વર્ષથી ઉંમર સુધી પાયાનો અભ્યાસક્રમ વાંચી અથવા સમજી નથી શકતા. તથા વિશ્વભરમાં હજી પણ 75.4 કરોડ મોટેરા નિરક્ષણ છે, જેમાં બે તૃતીયાંશ મહિલાઓ છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા, 72 વર્ષીય શાહબાઝે શિક્ષણને આગળ ધપાવવા અને માહિતીની દ્રષ્ટિએ એક મજબૂત અને ટકાઉ રાષ્ટ્ર માટે પ્રયત્ન કરવાની તેમની પ્રતિબદ્ધતા રિપીટ કરી છે. “અમે સમગ્ર દેશમાં શૈક્ષણિક કટોકટી જાહેર કરી છે, વિદ્યાર્થીઓ માટે પ્રવેશ અભિયાન શરૂ કર્યું છે અને શાળાઓમાં બાળકો માટે મધ્યાહન ભોજન શરૂ કર્યું છે,” તેમણે કહ્યું કે સાક્ષરતા એ મૂળભૂત માનવ અને બંધારણીય અધિકાર છે જે આપણા દેશના ભવિષ્યની ખાતરી આપે છે . તેમણે કહ્યું કે સાક્ષરતા માત્ર વાંચવા અને લખવાની ક્ષમતા નથી, પરંતુ તે “સશક્તિકરણ, આર્થિક તકો અને સમાજમાં સક્રિય ભાગીદારીનું પ્રવેશદ્વાર” છે.