સુરતમાં ગણેશજીનાં પંડાલ પર પથ્થરમારા બાદ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પથ્થરમારો કરનારા તત્વો ગણતરીની મિનિટોમાં પકડાઈ ગયા છે. ગુજરાતની શાંતિને ડહોળનારા તત્વોને છોડવામાં નહીં આવે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, તાળા તોડી-તોડીને અસામાજિક તત્વોને ઝડપી પાડીશું. ગમે એવા તાળા લગાવશે પણ બચી નહીં શકે. સુરત પોલીસ ગમે તેવા તાળા હશે તે તોડી દેશે. તાળા તોડીને પણ પોલીસ પથ્થરબાજોને પકડી લેશે. એક-એક આરોપીને પકડીને જડબેસલાક જવાબ આપીશું. તેમણે કહ્યું હતું કે, મેં ગાંધીનગરનો કાર્યક્રમ રદ કર્યો છે, હું સુરતમાં જ છું. હું અહીં જ છું, ન્યાય અપાવીને જ ઝંપીશ.