છેલ્લા ત્રણ મહિનાથી ચાલતી હતી પથ્થરમારા ની યોજના, કોણ છે આ ગેંગ?…

Spread the love

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાના મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે પથ્થરમારામાં સંડોવાયેલા લોકો એક નહિ પરતું 10 ગણપતિ મંડપમાં પથ્થરમારો કરવાના હતા. છેલ્લા ત્રણ મહિનાથી કિશોરે આ માટે પોતાની અલગ એક ગૅંગ બનાવી હતી.બે દિવસ પહેલા પણ ગણપતિના પંડાલ પર પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.

આ કિશોરને પથ્થરો મારવાનું કોણે શીખવાડયુ તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે અને જે મદરેસામાં જાય છે તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.સૈયદપુરા વિસ્તારમાં રહેતા બે થી ત્રણ મુસ્લિમ આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા. પહેલા તો તે આગેવાનોએ પોતે જ આ કિશોરથી દુઃખી હોવાનું કહ્યું હતું. તેનું કારણ એ હતું કે, એક કિશોરે સ્થાનિક તેની જ ઉંમરના છોકરાઓની ગેંગ બનાવી રોજ કંઈક ને કંઈક ટિખળ કરવાની યોજના ઘડે છે. સ્થાનિક છોકરાઓ પણ આ એક કિશોરની ગેંગમાં ભળીને બગડી ગયા હોવાની વિગતો પણ સામે આવી હતી.

શનિવારે જે સ્થળે પ્રતિમાનું સ્થાપ્ન કરવામાં આવ્યું છે ત્યાં પહેલા પોલીથીન ફેંકી હતી અને પછી પથ્થરો ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પણ પહેલા દિવસે સફળ રહ્યો ન હતો જેથી રવિવારે રાત્રે ફરીથી પોતાની ગેંગના અન્ય પાંચ છોકરાઓને લઈને પહોંચ્યો હતો અને પથ્થર ફેંકયો હતો. લોકોએ તેને પકડીને પોલીસને સોંપ્યો હતો આ સંદેશો સ્થાનિક વિસ્તારમાં પહોંચી જતા હિંદુ-મુસ્લિમના ટોળાં સામસામે આવી ગયા હતા. અને તોફાન સર્જાયુ હતુ.

છ કિશોરોને પકડીને પોલીસ મથકે લઈ જવાયા બાદ હિંદુ-મુસ્લિમના ટોળાં, સામ સામે આવી ગયા હતા. જો કે, પોલીસેે ટીયરગેસના સેલ છોડી, લાઠીચાર્જ કરી સ્થિતિને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિક મસ્જિદની નજીક આવેલી બે બિલ્ડીંગોમાં ચાર ઘરો હતો જેમાં ઉપરથી ભારે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ પથ્થરમારામાં ડીસીપી સહિતના પોલીસ કર્મચારીઓ પણ ઘવાયા હતા. પથ્થરમારો કર્યા પછી 27 જેટલા યુવકોએ પોતાના ઘરોમાં અંધારા કરી દીધા હતા અને બહારથી કોઈ પાસે તાળાં મરાવી દીધા હતા. પોલીસે કોમ્બિંગ કર્યું ત્યારે આ માહિતી મળતા આ જ ઘરોમાંથી તમામ પથ્થરબાજોને શોધી કઢાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com