છેલ્લા ઘણા સમયથી હોરર કન્ટેન્ટ ફિલ્મો વધારે આવી રહી છે. કારણકે લોકોમાં હોરર કન્ટેન્ટ જોવાનો ક્રેઝ વધી રહ્યો છે. ફક્ત બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ Youtube થી લઈને અલગ અલગ OTT પ્લેટફોર્મ પર પણ હોરર ફિલ્મો વધારે પ્રમાણમાં જોવાઈ રહી છે. જો તમે પણ હોરર ફિલ્મો જોવાના શોખીન હોય તો આજે તમને એક એવી ફિલ્મ વિશે જણાવીએ જે આજથી 17 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી પરંતુ આ ફિલ્મે જ રેકોર્ડ બનાવ્યા છે તે આજ સુધી તૂટ્યા નથી.
હોરર ફિલ્મો જોવાના શોખીન માટે આ બેસ્ટ બ્લોકબસ્ટર ફિલ્મ છે. જે લોકોને હોરર ફિલ્મ જોવાનો શોખ હોય તેમણે આ ફિલ્મ તો જોવી જ જોઈએ.
વર્ષ 2007 માં રિલીઝ થયેલી આ ફિલ્મ એટલી ભયંકર હતી કે સિનેમા ઘરોમાં જે લોકો ફિલ્મ જોવા બેઠા હતા તેમની આત્મા પણ ધ્રુજી ગઈ હતી. ફિલ્મનું એક એક દ્રશ્ય રુંવાડા ઉભા કરી દે તેવું છે. વર્ષ 2007ની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. સૌથી મહત્વની વાત છે કે આ ફિલ્મ 6 લાખના બજેટમાં તૈયાર થઈ હતી પરંતુ ફિલ્મએ બિઝનેસ 800 કરોડનો કર્યો હતો. આ ફિલ્મ છે પેરાનોર્મલ એક્ટિવિટી.
2007માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મના બજેટ કરતાં અનેક ગણી વધારે કમાણી આ ફિલ્મની થઈ હતી. ફિલ્મને મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને મેકર્સે આ ફિલ્મની અનેક સિક્વલ પણ બનાવી. આ બધી જ સિક્વલ પણ હિટ સાબિત થઈ. 2021 સુધીમાં આ ફિલ્મની 6 સિક્વલ બની ચૂકી હતી. પેરાનોર્મલ એક્ટિવિટીના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ઓરેન પેલી હતાં. આ ફિલ્મની સ્ટોરી પણ તેણે જ લખી હતી. પેરાનોર્મલ એક્ટિવિટી હોરર ફિલ્મોમાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મ છે. આ ફિલ્મ સૌથી ભયંકર પણ છે.
આ ફિલ્મની ખાસ વાત એ પણ છે કે આખી ફિલ્મ હેન્ડહોલ્ડ કેમેરા અને સીસીટીવી કેમેરાથી શૂટ થઈ છે. ફિલ્મ બનાવવા માટે કોઈ જ મોટા કેમેરાની જરૂર પડી નથી. ફિલ્મના ક્રૂમાં પણ ઓછા લોકો ઇન્વોલ્વ હતા. પેરાનોર્મલ એક્ટિવિટીમાં માત્ર 4 એક્ટર્સ જોવા મળે છે. ફિલ્મની સ્ટોરી એક કપલની આસપાસ ફરે છે જે પોતાના ઘરમાં વિચિત્ર અને ભયંકર વસ્તુઓનો અનુભવ કરે છે. આ ઘટનાઓને કેદ કરવા માટે તેઓ પોતાના ઘરમાં કેમેરા લગાવે છે અને ત્યાર પછી પેરાનોર્મલ એક્ટિવિટી વધી જાય છે અને તેમની જિંદગી બદલી જાય છે.
ફિલ્મને જે શાનદાર પ્રોફિટ થયો તેને ધ્યાનમાં રાખીને ફિલ્મ મેકર્સે આ ફિલ્મની 6 સિક્વલ બનાવી જે બધી જ સફળ રહી હતી. પેરાનોર્મલ એક્ટિવિટી ફિલ્મની કુલ 7 ફિલ્મો આવી જેણે દુનિયાભરમાં 7,320 કરોડ રૂપિયાની કમાણી કરી. જ્યારે આ ફિલ્મોને બનાવવાનો કુલ ખર્ચ 230 કરોડ રૂપિયા જેટલો જ હતો. આ ફિલ્મનો પહેલો પાર્ટ 2007માં રિલીઝ થયો હતો ત્યાર પછીની સિક્વલ અનુક્રમે વર્ષ 2010, 2011, 2012, 2014, 2015 અને છેલ્લી ફિલ્મ 2021 માં રિલીઝ થઈ હતી.