ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનાર કિશોરોને ઘટનાનો કોઈ પસ્તાવો નથી,તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ

Spread the love

થોડા દિવસ અગાઉ સુરતના સૈયદપુરા ગણેશ પંડાલ પર મોડી રાતે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં પોલીસે ઝડપી કામગીરી કરીને સવાર થતા પહેલા લોકોને ઝડપી પાડ્યા હતા. જેમાં કોર્ટે 23 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં કિશોરોએ રિક્ષામાંથી પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત આ ઘટનાને લઇ કિશોરોને ઘટનાનો કોઈ પસ્તાવો નથી.

ત્યારે હવે પોલીસ તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરી લીધી છે. માહિતી અનુસાર, પથ્થરમારો કરનાર પાંચેય યુવકો 2.5 કિલોમીટર દૂરથી આવ્યા હોવાનો ખુલાસો થયો છે. સૈયદપુરામાં 5 યુવાનો પોતાના ઘરેથી ટોળામાં આવીને ભળી ગયા હતા. આ પાંચેય યુવકોએ ટોળામાં ભળી જઈને ઘટનાને અંજામ આપ્યો હતો.

પાંચેય આરોપીઓ પથ્થરમારો કર્યા બાદ નાસી જવાની કોઈ જગ્યા નહીં મળતા આસપાસ કોઈના ઘરમાં છુપાયા હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગ કરી આરોપીઓની ધરપકડ કરી હતી. હાલમાં આ પાંચેય યુવકો પોલીસના રિમાન્ડ હેઠળ છે. કોર્ટે 23 આરોપીઓની 2 દિવસના રિમાન્ડ આપ્યા હતા. જેમાંથી 4 આરોપીઓને મેડિકલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ યુવકોએ ગુનાની કબૂલાત કરી લીધા બાદ પૂર્વયોજિત કાવતરું હોવાની શંકા વધુ મજબૂત બની છે. આરોપી મયુદ્દીન ઘાચી, સોએબ રઇશ, ફિરોઝ મુખ્તિયારશાની ધરપકડ થઈ હતી, તો પોલીસે આ ઘટનામાં સામેલ અહેમદ અંસારી, મોહમ્મદ આલમને પણ પકડી પાડ્યા હતા. સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારા કેસમાં પકડાયેલ આરોપીઓ ખુબ જ સાતિર દિમાગના છે. ઘટના ટાણે ચાલુ રિક્ષામાંથી છ કિશોરોએ પથ્થરમારો કર્યો હતો.

અ ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કરતા કોમી તોફાનમાં ફેરવાઈ હતી. હાલ પોલીસના અધિકારીઓએ છ છોકરાઓનું ઈન્ટ્રોગેશન કરી રહી છે. જેમાં છોકરાઓને પોલીસનો કોઈ ખોફ ન હોય તેવું વર્તન છે કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ગોળ-ગોળ વાતો કરી પોલીસને છોકરાઓ ફેરવી રહ્યા છે. પોલીસ હાલ એ તપાસ પણ કરી રહી છે આ તમામ છોકરોઓને આ બધું કોણે શીખવ્યું અને ઉશ્કેરણી કોણે કરી છે.

એક દિવસ અગાઉ આ ઘટનામાં બચાવ પક્ષના વકીલનું નિવેદન સામે આવ્યું હતું. ગણેશ પંડાલમાં પથ્થરમારો થવાના કેસમાં બચાવ પક્ષના એડવોકેટ જાવેદ મુલતાનીએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા તમામ નિર્દોષ લોકોને પકડવામાં આવ્યા છે. ઘટના સ્થળની આસપાસના એપાર્ટમેન્ટોમાં ઘુસી ઘૂસીને લોકોને પકડવામાં આવ્યા છે. આ તમામ 27 આરોપીનું નામ પોલીસે ફરિયાદમાં દાખલ કર્યું જ નથી અને તમામ લોકોને ઘરની અંદરથી જ ઓળખીને પકડવામાં આવ્યા છે. ત્યારે એફઆઇઆરમાં હથિયારો બાબતે પોલીસ દ્વારા કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી. અને પોલીસ દ્વારા આ બાબતે નિર્દોષ લોકોને પકડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com