ભારતમાં જ્યારથી ફાઈનાન્સની શરૂઆત થઈ છે, લોકો આરામથી પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને ઉપયોગ કરે છે. લોન પર લેવામાં આવેલી વસ્તુઓ હપ્તા બાંધી દેવામાં આવે છે, જેને લોકો દર મહિને ચૂકવતા હોય છે, ત્યાં સુધીમાં લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓનો ઉપયોગ પણ કરતા હોય છે, પણ ઘણી વાર લોકો લોન લીધા બાદ તેના હપ્તા ચૂકવવામાં ઠાગાઠૈયા કરતા હોય છે.
https://www.instagram.com/reel/C_k_A2HIJLa/?igsh=MWFzbDE2cWk1dG4wYQ==
આવી સ્થિતિમાં લોન આપનારા ગ્રાહકો પાસેથી તેમની વસ્તુઓ ઉઠાવીને લઈ જતા હોય છે.
હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે, જ્યાં લોકો લોન ચૂકવવાની જગ્યાએ ફાઈનાન્સરને ધમકી આપતા દેખાયા હતા. ધમકી આપવાની રીત થોડી ફિલ્મી છે. લોકોની અંદર બેન્કવાળાને જોઈને દેવીનો અવતાર આવી ગયો હતો. ત્યારબાદ તેમને શ્રાપ આપવા લાગ્યા, કેટલીય ધમકી આપીને તેમને ભગાડવાની કોશિશ કરવા લાગ્યા. હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક મહિલા લોન પર ખરીદેલા ટ્રેક્ટર લેવા માટે આવેલા ફાઈનાન્સરની સામે એક્ટિંગ કરતી જોવા મળી હતી.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને બાંસવાડાનો હોવાનું કહેવાય છે. વીડિયોના કેપ્શન અનુસાર, આ બાંસવાડાનો કિસ્સો છે, તેમાં એક ખેડૂતે લોન પર ટ્રેક્ટર ખરીદી લીધું પણ તેના હપ્તા જમા કરાવી શક્યા નથી. ત્યારે આવા સમયે જ્યારે ફાઈનાન્સર ટ્રેક્ટર ઉઠાવવા માટે આવ્યા, તો ઘરની એક મહિલાની અંદર દેવી ઘૂસી ગઈ અને હાથ ઉઠાવીને ધૂણવા લાગી હતી. બીજી તરફ ફાઈનાન્સરને શ્રાપ પણ આપવા લાગી હતી. મહિલાએ ચેતવણી આપી હતી કે, જો ટ્રેક્ટર લઈ જશે, તો તેમના પર દેવીનો પ્રકોપ પડશે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવા અનેકો કિસ્સા સામે આવી રહ્યા છે. લોકો લોન તો લઈ લેશે પણ તેના હપ્તા ભરતા નથી. ત્યારે આવા સમયે જ્યારે બેન્કવાળા વસૂલી કરવા આવે તો ઘણા લોકોની અંદર દેવી-દેવતાના બહાના બનાવીને ફાઈનાન્સરને ધમકાવી દેતા હોય છે. જેવો આ વીડિયો શેર કર્યો કે લોકો સમજી ગયા હતા કે મહિલા એક્ટિંગ કરી રહી છે.